Jammu and Kashmir : રાજૌરીમાં આતંકીઓ સાથે સેના અને પોલીસની અથડામણ, કેપ્ટન અને જવાન શહીદ
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના રાજૌરીમાં આતંકીઓ સાથે સેના અને પોલીસની અથડામણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અથડામણમાં સેનાના એક કેપ્ટન તથા જવાન મળીને 2 જવાન શહીદ થયા છે અને ત્રણ જવાન ઘાયલ થયા હતા. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની...
Advertisement
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના રાજૌરીમાં આતંકીઓ સાથે સેના અને પોલીસની અથડામણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અથડામણમાં સેનાના એક કેપ્ટન તથા જવાન મળીને 2 જવાન શહીદ થયા છે અને ત્રણ જવાન ઘાયલ થયા હતા. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સેનાના વિશેષ દળો અને પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ આતંકીઓ સાથે અથડામણ શરૂ થઈ ગઈ.
એક કેપ્ટન તથા એક જવાન શહીદ
કહેવાય છે કે રાજૌરી જિલ્લાના બાજી મોલના જંગલમાં હાલ ભીષણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાના એક કેપ્ટન તથા એક જવાન શહીદ થયા હતા અને ત્રણ જવાન ઘાયલ થયા હતા.
આતંકવાદીઓ છુપાવવા માટે દુર્ગમ પહાડો અને ગાઢ આલ્પાઈન જંગલોનો લાભ લે છે
બુધલ તહસીલના ગુલેર-બેહરોટે વિસ્તારમાં સેના, પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ દ્વારા કોર્ડન અને સર્ચ ઓપરેશન (CASO) દરમિયાન સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. જમ્મુ અને કાશ્મીરના પીર પંજાલના જંગલો છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક એન્કાઉન્ટર પછી સુરક્ષા દળો માટે એક પડકાર છે. ભૌગોલિક સ્થિતિનો લાભ લઈને આતંકવાદીઓ છુપાઈને ગાઢ જંગલોનો ઉપયોગ કરે છે. આતંકવાદીઓ છુપાવવા માટે દુર્ગમ પહાડો અને ગાઢ આલ્પાઈન જંગલોનો લાભ લે છે. ઉલ્લેખનિય છે કે ગયા અઠવાડિયે, રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.


