Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મણિપુરમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત, આ તારીખ સુધી લંબાવી

મણિપુરમાં થયેલી હિંસાના પગલે ઈન્ટરનેટને બંધ કરવામાં આવેલ હતું. જેના સમયગાળામાં ફરી એકવાર વધારો કરી દેવામાં આવ્યો છે. મણિપુર હિંસાના પગેલ સરકારે 10 જૂન સુધી ઈન્ટરનેટને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં અવારનવાર હિંસાના છૂટાછવાયા બનાવો વચ્ચે, મણિપુર સરકારે અફવાઓ...
મણિપુરમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત  આ તારીખ સુધી લંબાવી
Advertisement

મણિપુરમાં થયેલી હિંસાના પગલે ઈન્ટરનેટને બંધ કરવામાં આવેલ હતું. જેના સમયગાળામાં ફરી એકવાર વધારો કરી દેવામાં આવ્યો છે. મણિપુર હિંસાના પગેલ સરકારે 10 જૂન સુધી ઈન્ટરનેટને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં અવારનવાર હિંસાના છૂટાછવાયા બનાવો વચ્ચે, મણિપુર સરકારે અફવાઓ અને વીડિયો, ફોટા અને સંદેશાઓના પ્રસારને રોકવા માટે સાતમી વખત ઇન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને લંબાવ્યું છે. ઈન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને 10 જૂન સુધી લંબાવતા, ગૃહ કમિશનર એચ. જ્ઞાન પ્રકાશે એક નવી સૂચનામાં જણાવ્યું હતું.

અસામાજિક તત્વો સોશિયલ મીડિયા દ્વારા હિંસા ભડકાવી શકે છે
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક અસામાજિક તત્વો લોકોને ઉશ્કેરવા માટે ભ્રમિત વિડિયો સંદેશા પ્રસારિત કરવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપકપણે ઉપયોગ કરી શકે છે જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ બગાડી શકે છે.

Advertisement

3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી
મણિપુરના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં સમાવેશ કરવાની માંગનો વિરોધ કરવા માટે બોલાવવામાં આવેલી 'આદિજાતિ એકતા માર્ચ' દરમિયાન અને પછી 16 માંથી 11 જિલ્લામાં 3 મેના રોજ વ્યાપક હિંસા ફાટી નીકળી હતી. જે બાદ સાવચેતીના પગલા તરીકે મણિપુર સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઈન્ટરનેટ બ્લોક કરી દીધું હતું.

Advertisement

એક મહિનાથી ઇન્ટરનેટ સેવાઓ બંધ

લોકો આવશ્યક ચીજવસ્તુઓ, પરિવહન ઇંધણ, રાંધણ ગેસ અને જીવનરક્ષક દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે, બેંકિંગ અને ઓનલાઈન સેવાઓમાં વિક્ષેપને કારણે રાજ્યમાં એક મહિના કરતાં વધુ સમયથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ટ્રાવેલ એજન્સીઓ, ઈન્ટરનેટ આધારિત સેવાઓ, ઓનલાઈન બુકિંગ, મીડિયા, વિદ્યાર્થીઓ અને વેપારી સમુદાય ઈન્ટરનેટ સેવાઓ બ્લોક હોવાને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

આપણ  વાંચો -BJP નેતાનો મોટો આક્ષેપ, BALASORE TRAIN ACCIDENT પાછળ TMCનો હાથ

Tags :
Advertisement

.

×