Accident: તેજસ્વી યાદવના કાફલાને નડ્યો ભીષણ અકસ્માત, ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત
Accident: બિહારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આજે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવના કાફલાને ભીષણ અકસ્માત નડ્યો છે. મળતી વિગતો પ્રમાણે સ્કાઉટ કાર અને સિવિલિયન કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં સ્કાઉટ કારના ડ્રાઈવર મોહમ્મદ હલીમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે. આ સાથે અકસ્માતને પગલે 6 પોલીસકર્મીઓ અને બીજી કારમાં સવાર અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા છે. સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ લોકોની હાલત અત્યારે અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય મુસાફરો સહિત 6 પોલીસકર્મીઓ પણ ઘાયલ
ઉલ્લેખનીય છે કે, માહિતી મળતા જ એસપી ઉપેન્દ્રનાથ વર્મા જીએમસીએચ પહોંચ્યા અને ડોક્ટરોને ઘાયલોની સારવાર કરવાનો નિર્દેશ કર્યો હતો. અહીં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બે કાર વચ્ચે આ ભીષણ અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જેમાં અન્ય મુસાફરો સહિત 6 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. કહેવાય છે કે આજે જન વિશ્વાસ યાત્રા દરમિયાન તેજસ્વી યાદવનો કાફલો પૂર્ણિયાના બેલૌરી પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ કાફલામાં આ સ્કાઉટ વાહન પણ સામેલ હતું. પૂર્ણિયા કટિહાર ચાર લેન રોડ પર વાહન રોંગ સાઇડમાં ગયું હતું. જેના કારણે કટિહાર તરફથી આવી રહેલી લાલ રંગની સિવિલિયન કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં આ મોટો અકસ્માત થયો છે.
જીએમસીએચ હોસ્પિટલમાં માતમનો માહોલ સર્જાયો
ઘટના જાણ થતા જ મૃત્તકના પરિવારજનો હોસ્પિટલ આવી પહોંચ્યા હતાં. અત્યારે હોસ્પિટલમાં માતમનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, મૃતકના પરિવારજની હાલત અત્યારે દયનિય થઈ પડી છે. આજે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ પૂર્ણિયા, અરરિયા, કિશનગંજની જન વિશ્વાસ યાત્રા પર આવ્યા હતા. તે રાત્રે લગભગ સાડા દસ વાગ્યે પૂર્ણિયાથી કટિહાર જઈ રહ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ છે.
આ પણ વાંચો: Jharkhand : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, પાર્ટીના એકમાત્ર સાંસદ ગીતા કોડા ભાજપમાં જોડાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ