3 રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો, દેશભરમાં ભવ્ય ઉજવણી
આજે 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાનો સમાવેશ કરવામાં આવે છે. આ 4 રાજ્યોમાં આજે તારીખ 3 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની છે.
અહીં આ 3 રાજ્યોમાં ભાજપે તેનો ભગવો લહેરાયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને બહુમતી મળી છે. આની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે હજી મિઝોરમ રાજ્યનું પરિણામ આવવાનું બાકી છે. જેનું પરિણામ કાલે 4 ડિસેમ્બરના રોજ જાહેર થઈ જશે. હવે જોવાનું એ રહ્યું કે મિઝોરમ રાજ્યમાં કોની સરકાર બનશે?
આજે જાહેર થયેલા 4 રાજ્યોના પરિણામોમાં 4માંથી 3 રાજ્યોમાં ભાજપે બાજી મારી લીધી છે. અને એક રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની છે. ભોપાલ, જયપુર, રાયપુરથી લઈને દિલ્હી સુધી ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે. અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે 3 ડિસેમ્બરના રોજ સાંજે દિલ્હીથી કાર્યકરોને સંબોધન કરવામાં આવશે.
આ પણ વાંચો - Elections 2023 : 3 રાજ્યોમાં ભાજપની પ્રચંડ લીડ, PM મોદી પાર્ટી કાર્યકર્તાઓને કરશે સંબોધન


