Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા જ CNGના ભાવ વધ્યા, આ શહેરમાં લોકો પર મોંઘવારીનો માર!

દેશના પાંચ રાજ્યોમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે આ ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદથી જીવન જરૂરિયાત કેટલીક ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે સીએનજીના ભાવમાં વધારો થયો હોવાના સમાચાર આવ્યા છે. દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજી (CNG)ના...
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા જ cngના ભાવ વધ્યા  આ શહેરમાં લોકો પર મોંઘવારીનો માર
Advertisement

દેશના પાંચ રાજ્યોમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે આ ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદથી જીવન જરૂરિયાત કેટલીક ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે સીએનજીના ભાવમાં વધારો થયો હોવાના સમાચાર આવ્યા છે. દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજી (CNG)ના ભાવમાં વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મુજબ, આ શહેરોમાં સીએનજીના ભાવમાં પ્રતિકિલો રૂ. 1 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમત આજથી લાગૂ કરવામાં આવી છે.

20 દિવસામાં બીજી વાર CNGના ભાવ વધ્યાં

Advertisement

આ વધારા બાદ દિલ્હીમાં સીએનજીના નવા ભાવ પ્રતિ કિલો રૂ.76.59, નોઇડામાં રૂ. 82.20 પ્રતિકિલો અને ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડામાં સીએનજીના નવા ભાવ પ્રતિકિલો રૂ. 81.20 સુધી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 દિવસમાં સીએનજીના ભાવમાં સતત બીજીવાર વધારો ઝીંકવામાં આવ્યો છે. આ પહેલા 23 નવેમ્બરના રોજ દિલ્હી-એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં રૂ. 1 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ દિલ્હીમાં સીએનજીના ભાવ રૂ. 74.59 પ્રતિકિલોથી વધીને રૂ. 75.59 થયા હતા. જ્યારે નોઇડામાં ભાવ 80.20 રૂપિયા પ્રતિકિલોથી વધીને રૂ. 81.20 થયા હતા. ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજીના ભાવ રૂ. 79.20 પ્રતિકિલોથી વધીને રૂ. 80.20 સુધી પહોંચ્યા હતા.

Advertisement

આ પણ વાંચો- મથુરામાં ભગવાન કૃષ્ણના મનપસંદ છોડ લગાવવામાં આવશે, યોગી સરકાર અંગ્રેજોએ લગાવેલા વૃક્ષો હટાવશે, SCએ આપી મંજૂરી

Tags :
Advertisement

.

×