Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારના DyCM તેજસ્વી યાદવ વિરુધ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ, 1મેના રોજ સુનાવણી

અમદાવાદની મેટ્રો કોર્ટમાં બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ, ધૂતારા સહિતના અશોભનીય શબ્દો કહીને અપમાનિત કર્યા હોવાનો આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર માધ્યમથી આવા નિવેદન બાદ ગુજરાતીઓ પ્રત્યે લોકોની દ્રષ્ટિ...
બિહારના dycm તેજસ્વી યાદવ વિરુધ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ  1મેના રોજ સુનાવણી
Advertisement

અમદાવાદની મેટ્રો કોર્ટમાં બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ, ધૂતારા સહિતના અશોભનીય શબ્દો કહીને અપમાનિત કર્યા હોવાનો આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Advertisement

જાહેર માધ્યમથી આવા નિવેદન બાદ ગુજરાતીઓ પ્રત્યે લોકોની દ્રષ્ટિ બદલાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Advertisement

22 માર્ચ 2023ના રોજ આપ્યું હતું નિવેદન

અરજદારે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ જેવા જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નથી આથી બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે . આ અરજી સંદર્ભે 1મે નાં રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

Tags :
Advertisement

.

×