Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : મુખર્જી નગરમાં ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ, તમામ 35 છોકરીઓને સુરક્ષિત બચાવી લેવામાં આવી

દિલ્હીના કોચિંગ હબ ગણાતા મુખર્જી નગરના ગર્લ્સ પીજીમાં બુધવારે આગ લાગી હતી. આગ બાદ બિલ્ડિંગમાં કેટલીક યુવતીઓ ફસાયેલી હોવાના અહેવાલ હતા. પરંતુ હાલ તમામ 35 યુવતીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. ફાયર વિભાગના જણાવ્યા...
delhi   મુખર્જી નગરમાં ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ  તમામ 35 છોકરીઓને સુરક્ષિત બચાવી લેવામાં આવી
Advertisement

દિલ્હીના કોચિંગ હબ ગણાતા મુખર્જી નગરના ગર્લ્સ પીજીમાં બુધવારે આગ લાગી હતી. આગ બાદ બિલ્ડિંગમાં કેટલીક યુવતીઓ ફસાયેલી હોવાના અહેવાલ હતા. પરંતુ હાલ તમામ 35 યુવતીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને બુધવારે સાંજે લગભગ 7.47 વાગ્યે મુખર્જી નગરમાં એક પીજીમાં આગ લાગવાની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની 20 ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ આગ મુખર્જી નગરના સિગ્નેચર એપાર્ટમેન્ટના પીજીમાં લાગી હતી.

ડીસીપી નોર્થવેસ્ટનું કહેવું છે કે આગને કારણે આખી ઈમારતને ખાલી કરાવવામાં આવી છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તેણે જણાવ્યું કે આગને કારણે ત્રણથી ચાર છોકરીઓ ગભરાઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે પીજીમાં દાદરની પાસેના મીટર બોર્ડમાં આગ લાગી હતી અને આગ બિલ્ડિંગના ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગમાં એક જ સીડી હતી.

Advertisement

Advertisement

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મુખર્જી નગરમાં પીજીમાં લાગેલી આગ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મુખર્જી નગર વિસ્તારમાં એક પીજીમાં આગ લાગવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર વિભાગને પીજીમાં હાજર બાળકોને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે બહાર કાઢવાની સૂચના આપવામાં આવી છે. હું આના પર સતત નજર રાખી રહ્યો છું.

આ વર્ષે જૂન મહિનામાં પણ મુખર્જી નગરમાં આગ લાગી હતી.

તમને જણાવી દઈએ કે આ વર્ષે જૂન મહિનામાં પણ મુખર્જી નગરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. બત્રા સિનેમા પાસે આવેલ જ્ઞાન બિલ્ડીંગમાં આ આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઘણા કોચિંગ સેન્ટર હતા. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ ઘણા વિદ્યાર્થીઓએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા. આ ઘટનામાં બિલ્ડીંગમાં લાગેલા વીજ મીટરમાં પણ આગ લાગી હતી. જો કે આગ મોટી ન હતી, પરંતુ ધુમાડાના ગોટેગોટા ઉછળ્યા બાદ બાળકો ગભરાઈ ગયા હતા અને બિલ્ડીંગની પાછળની બાજુએથી નીચે આવવા લાગ્યા હતા.

આ પણ વાંચો : Delhi : અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધશે? CBI દિલ્હી સીએમ હાઉસના રિનોવેશન કેસની તપાસ કરશે

Tags :
Advertisement

.

×