Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Elections 2024: જાન્યુ. માં જાહેર થશે ઉમેદવારોનું લિસ્ટ, આ નેતાઓની કપાઈ શકે ટિકિટ

Elections 2024: ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણીને લઈને તૈયારી હવે અંતિમ પડાવ પર છે તેવી સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે ભાજપ ઘણા સિનિયર નેતાઓની ટિકિટ કાપી શકે છે. જોકે, તે કયા નેતાઓ હશે તેની કોઈ વિગત...
elections 2024  જાન્યુ  માં જાહેર થશે ઉમેદવારોનું લિસ્ટ  આ નેતાઓની કપાઈ શકે ટિકિટ
Advertisement

Elections 2024: ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણીને લઈને તૈયારી હવે અંતિમ પડાવ પર છે તેવી સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે ભાજપ ઘણા સિનિયર નેતાઓની ટિકિટ કાપી શકે છે. જોકે, તે કયા નેતાઓ હશે તેની કોઈ વિગત હજી સુધી બહાર આવી નથી. ભાજપ અત્યારે 70 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવા માટે વિચારણા કરી રહી છે. પાર્ટી દ્વારા આ મહિનાના અંતમાં 150-160 સીટોના ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરે તેવી ધારણા છે.

ઇન્ડિયન એક્સપ્રેસે પોતાની એક રિપોર્ટમાં સુત્રો દ્વારા કહ્યું છે કે, ‘પ્રધાનમંત્રીની આગેવાનીમાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને મંજૂરી આપવા માટે આ મહિનાના અંતમાં બેઠક કરી શકે છે.’

Advertisement

Elections 2024

Elections 2024

Advertisement

સુત્રોએ કહ્યું કે, ‘પ્રધાનમંત્રી પહેલા જ સંકેત આપી ચૂક્યા છે કે, પાર્ટીનું હવે યુવાઓ અને મહિલાઓ પર વધારે ધ્યાન હશે. જેથી પાર્ટી એ સાંસદોને હટાવી શકે છે જેમની ઉંમર 70 વર્ષ કરતા વધુ હશે’

આ પણ વાંચો: ભાજપ અધ્યક્ષ નડ્ડાએ પાર્ટી નેતાઓને સોંપી મહત્વની જવાબદારી, જાણો કોને શું મળ્યું…?

ભાજપની વાત કરવામાં આવે તો અત્યારે પાર્ટીમાં 56 જેટલા લોકસભાના સાંસદોની ઉંમર 70 કે તેનાથી વધુ છે. જેમાં રાજનાથસિંહ, વીકે સિંહ, રાવ ઈન્દ્રજિત સિંહ, શ્રીપાલ નાયક, અર્જુન રામ મેઘવાલ, ગિરિરાજ સિંહ, વરિષ્ટ નેતા રાજેન્દ્ર અગ્રવાલ, રવિશંકર પ્રસાદ, એસ એસ અહલુવાલિયા, પી પી ચૌધરી, સંતોષ ગંગવાર, રાધા મોહન સિંહ અને જગદંબિકા પાલ જેવા નેતાઓના નામ સામેલ છે.

ઉમેદવારોની પસંદગી માટે ઉંમર એકમાત્રા માપદંડ નથી

સુત્રોઓએ જણાવ્યું કે, 70 વર્ષથી ઓછી ઉંમરના નેતાઓ પર ધ્યાન આપવું એનો મતલબ એ નથી કે, પાર્ટી બધા જ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને હટાવી દેવામાં આવે! તેમણે કહ્યું કે, ઉમેદવારોની પસંદગી માટે ઉંમર એકમાત્ર માપદંડ નથી. વિશિષ્ઠ યોગદાન આપવા વાળા નેતાઓને પણ ટિકિટ આપવામાં આવે છે. કારણ કે, પાર્ટીને લોકસભાની ચૂંટણી માટે અનુભવી નેતાઓની જરૂર પડવાની જ છે.

2019ની ચૂંટણીમાં ભાજપે 437 ઉમેદવારો ઉતાર્યા હતા

ભાજપે 2019માં 303 સીટો ભારે બહુમતીથી જીતીને પોતાને નામ કરી હતી. જેથી આ વખતે ભાજપ તેનીથી પણ વધારે સીટો પર જીત મેળવવાનું લક્ષ રાખી રહી છે. આથી આવતે ભાજપ વધારેમાં વધારે સીટો પરથી ચૂંટણી લડવાનું વિચારી રહી છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે 2019માં લોકસભાની ચૂંટણીમાં 437 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા જે આંકડો આ વખતે વધી શકે છે.

Tags :
Advertisement

.

×