Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભડકાઉ ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ FIR 

હિન્દુ કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમની સામે ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કાજલ વિરુદ્ધ મુંબઈને અડીને આવેલા મીરા રોડ વિસ્તારમાં દ્વેષપૂર્ણ ભાષણ આપવા અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે....
ભડકાઉ ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ fir 
Advertisement
હિન્દુ કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમની સામે ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કાજલ વિરુદ્ધ મુંબઈને અડીને આવેલા મીરા રોડ વિસ્તારમાં દ્વેષપૂર્ણ ભાષણ આપવા અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો
 12 માર્ચે સકલ હિન્દુ સમાજ દ્વારા હિન્દુ આક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ આપ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ પોલીસે કલમ 153A અને 505(2) હેઠળ કેસ નોંધ્યો છે.
ગુજરાતમાં પણ નોંધાઈ ચુકી છે ફરિયાદ
કાજલ હિન્દુસ્તાનીનું મુસ્લિમ મહિલાઓ વિશે વાંધાજનક નિવેદન સામે આવ્યું હતું, જે બાદ તેની સામે FIR દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેણે ગુજરાત પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમના પર ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રામ નવમી પર નફરતનું ભાષણ આપવાનો આરોપ હતો અને ઉનામાં તેમના ભાષણ પછી સાંપ્રદાયિક હિંસા અને પથ્થરમારો ફાટી નીકળ્યો હતો.
કોણ છે કાજલ હિંદુસ્તાની?
મૂળ કાજલ હિન્દુસ્તાની રાજસ્થાનના બ્રાહ્મણ પરિવારની છે. તેનું પૂરું નામ કાજલ ત્રિવેદી છે. તેણીએ ગુજરાતના સિંગલા પરિવારમાં લગ્ન કર્યા, ત્યારબાદ તેણીની અટક સિંગલા પડી અને તે કાજલ સિંગલા તરીકે પ્રખ્યાત થઈ.
Tags :
Advertisement

.

×