કોણ છે અનિલ દુજાના? પશ્ચિમી UPમાં હતો આતંક, તેના પર 60 થી વધુ કેસ
કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નાગરને STF એ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. UP STF એ મેરઠમાં આ કાર્યવાહી કરી છે. તે 2021થી ફરાર હતો. STF ને બાતમી મળી હતી કે અનિલ મોટા ગુનાને અંજામ આપવાનો પ્લાન બનાવી રહ્યો છે. જેના કારણે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ ક્રમમાં તેના મેરઠમાં છુપાયા હોવાની માહિતી મળતા તેને મેરઠના એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો.
દુજાના પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 60થી વધારે કેસ નોંધાયા છેય તેમાં દુજાના સામે નોઈડા, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર, સહિત ઉત્તરપ્રદેશના અનેક જિલ્લામાં હત્યા, લુંટ અને ખંડણી જેવા ગંભીર મામલાઓમાં ફરિયાદ નોંધાયેલી છે.
દિલ્હી અને ઉત્તરપ્રદેશ પોલીસ સતત તેમની શોધખોળ કરી રહી હતી. ગત વર્ષે દિલ્હી પોલીસે દુઝાના અને તેના બે સાથીઓની ધરપકડ પણ કરી હતી. દુઝાના ગૌતમબુદ્ધનગરનો રહેવાસી છે. વર્ષ 2011માં તેમની ગેંગને સાબિબાબાદમાં એક લગ્ન સમારોહમાં શૂટઆઉટ કરવામાં આવ્યું હતુ. જેમાં ત્રણ લોકોના મોત થયાં હતા.
આ પણ વાંચો : નીતિશ સરકારને મોટો ઝટકો, જાતીય ગણતરી પર હાઇકોર્ટે લગાવી રોક



