Google એ Independence Day પર બનાવ્યું ખાસ Doodle, ભારતની આ પરંપરા દર્શાવી
આજે 15 ઓગસ્ટ, 2023 ના દિવસે દેશ 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ ઉજવણીમાં સર્ચ એન્જિન Google એ એક ખાસ ડૂડલ બનાવ્યું છે. Google ભારત દેશની વિવિધતામાં એકતાને દર્શાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. અંગ્રેજોની ગુલામી બાદ વર્ષ 1947માં આ દિવસે એટલે કે 15મી ઓગસ્ટે આપણા દેશને આઝાદી મળી હતી. ગૂગલે સ્વતંત્રતા દિવસ પર તેના ડૂડલમાં ભારતીય હસ્તકલા પરંપરાઓને દર્શાવી છે. આ ગુગલ ડૂડલ દિલ્હીના કલાકાર નમ્રતા કુમાર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
દેશની હસ્તકળાને દર્શાવી
ગૂગલના આ ડૂડલમાં ગુજરાતના કચ્છની ખાસ એમ્બ્રોઇડરી બતાવવામાં આવી છે. તો હિમાચલ પ્રદેશની પટ્ટુ વણાટ, પશ્ચિમ બંગાળની કાંથા અને જમદાની વણાટ, ગોવાની કુણબી વણાટ કાપડ, ઓડિશાની ફાઈન ઈકટ, જમ્મુ અને કાશ્મીરની પશ્મિના કાની કાપડ, ઉત્તર પ્રદેશની બનારસી ડિઝાઇન, મહારાષ્ટ્રની પૈથિની ડિઝાઇન પ્રખ્યાત છે. વિવિધ રાજ્યોની ડિઝાઇન અને કપડાં સામેલ છે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
ઉલ્લેખનીય છે કે, 15મી ઓગસ્ટ 1947 ના દિવસે ભારતમાં એક નવા યુગની શરૂઆત થઈ હતી. આ દિવસનો સૂર્યોદય તમામ ભારતવાસીઓ માટે ખૂબ જ ખાસ હતો ન જાણે કેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશની આઝાદી માટે લડ્યા, આંદોલનો કર્યા અને છેલ્લા શ્વાસ સુધી દેશની આઝાદી માટે લડતા રહ્યા. તેમના કારણે આજે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : સમયની પહેલાજ લક્ષ્યોને હાંસલ કરીએ છીએ, PM મોદીનું લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


