Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Haryana news: આવી લવસ્ટોરી! પાંચ બાળકોની માતાને લઈ ચાર છોકરાનો બાપ ફરાર, પત્ની પણ...

Haryana news: દેશમાં અત્યારે અનેક પ્રકારની ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. ત્યારે આવી જ એક ઘટના હરિયાણા બની છે. જેમાં એક ચાર છોકરાઓનો બાપ પાંચ બાળકોની માતાને લઈને ફરાર થઈ ગયો છે. એટલું જ નહીં તે આ વ્યક્તિ જે મહિલાને...
haryana news  આવી લવસ્ટોરી  પાંચ બાળકોની માતાને લઈ ચાર છોકરાનો બાપ ફરાર  પત્ની પણ
Advertisement

Haryana news: દેશમાં અત્યારે અનેક પ્રકારની ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. ત્યારે આવી જ એક ઘટના હરિયાણા બની છે. જેમાં એક ચાર છોકરાઓનો બાપ પાંચ બાળકોની માતાને લઈને ફરાર થઈ ગયો છે. એટલું જ નહીં તે આ વ્યક્તિ જે મહિલાને લઈને ફરાર થયો છે તે સંબંધમાં તેની સાળી થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, તેની પત્ની પાંચમી વખત ગર્ભવતી થતા તેની સાળીને પત્ની સંભાળ રાખવા માટે લઈને આવ્યો હતો અને તેની સાથે તે રફ્ફુચક્કર થઈ ગયો. આ વાતની જાણ પરિવાર વાળાઓને પાંચ દિવસ પછી થઈ હતી. ત્યાંર બાદ પોલીસે જીજા-સાળીની તપાસ હાથ ધરી છે.

મહિલાના પતિએ કરી પોલીસ ફરિયાદ

નોંધનીય છે કે, પોલીસ ફરિયાદ કરતા વ્યક્તિએ જણાવ્યું કે, તેના લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ તેને પાંચ બાળકો પણ છે. પાંચ દિવસ પહેલા જ તેના સાઢું જે ઉત્તરપ્રદેશના મુઝફરનગરનો રહેવાશી અને અત્યારે સોનીપતના ઘરોડામાં આવેલા એક ગામમાં રહેતા હતા. તે તેની ગર્ભવતી પત્નીની સંભાળ રાખવા માટે તેની પત્નીને લઈ ગયો હતો. પહેલા તો તેમે એવું કહીને સાથે મુકવાની ના પાડી હતી કે, તેના પાંચ બાળકોની સંભાળ કોણ રાખશે? પરંતુ સાઢુએ વધારે તાણ કરતા પોતાની પત્નીને સાથે મકવા માટે માની ગયો હતો.

Advertisement

આ પણ વાંચો: પુરી, કન્યાકુમારી કે વારાણસી... ક્યાંથી લોકસભાની ચૂંટણી લડશે મોદી?

Advertisement

પાંચ દિવસ થયા પરંતુ જીજા-સાળી આવ્યાં નહીં

પોતાના સાળીને લઈને પાંચ દિવસ સુધી પોતાના ઘરે ના પહોંચતા ફરિયાદીના સંબંધિયોએ આ મામલે બન્નેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમની કોઈ સારસંભાળ મળી નહોતી. ત્યાર બાદ તો પોલીસ સ્ટેશન ગયો અને ફરિયાદ નોંધાવી હતી. પોલસે આ મામલે ફરિયાદના આધારે બન્નેની તપાસ હાથ ધરી છે. આ બાબતે તપાસ અધિકારીએ કહ્યું કે, મહિલાની ગુમ થયાની ફરિયાદ મળી છે. પરંતુ ફરિયાદીએ પોતાના સાઢું પર પોતાની પત્નીને ભગાડી જવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસે તપાસ હાથ ધરી છે

આ મામલે ફરિયાદીઓ જીજા પર પોતાની પત્નીને ભગાડીને લઈ જવાનો આરોપ મુક્યો છે. જેથી પોલીસે પણ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. જોકે તપાસ કરતા અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, ફરિયાદ માત્ર મહિલા ગુમ થયાની જ થઈ છે. પરંતુ ફરિયાદીએ આરોપ લગાવ્યા છે. કારણ કે, પાંચ દિવસથી જીજા-સાળીનો કોઈ અત્તોપત્તો નથી.

Tags :
Advertisement

.

×