માનહાનિ કેસમાં Rahul Gandhi ની અરજી પર 21 જુલાઈના રોજ થશે સુનવણી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ તરફથી સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી કરી તાત્કાલિક સુનવણી કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનવણી માટે માટે માની ગયુ છે અને 21મી જુલાઈના રોજ સુનવણી કરવામાં આવશે. કોંગ્રેસના સિનિયર નેતા અને સિનિયર વકિલ અભિષેક મનુ સિંધવી તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીને સુરત કોર્ટે મોદી સરનેમના માનહાનિ કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ મામલે તેમને ગુજરાત હાઈકોર્ટમાંથી પણ રાહત નહોતી મળી. આ નિર્ણયની વિરૂદ્ધ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. આ કેસમાં નિચલી કોર્ટે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ્દ કરી દીધું હતુ.
શું કહ્યું અરજીમાં?
કોંગ્રેસ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યુ છે કે, મોદી એક એવો અપરિભાષિત સમુહ છે જેનો કોઈ આકાર નથી. તેનાથી લગભગ 13 કરોડ લોકો દેશના જુદાં-જુદાં ભાગોમાં રહે છે અને તેઓ અલગ-અલગ સમુદાયો સાથે જોડાયેલા છે. જ્યારે ભારતીય દંડ સંહિતાની કલમ 499-500 હેઠળ માનહાનિનો ગુનો માત્ર એક પરિભાષિત સમુહના સંબંધમાં માનવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, IPC ની કલમ 499 હેઠળ મોદી શબ્દ લોકોના સંઘ કે સંગ્રહની કોઈ પણ કેટેગરીમાં નથી આવતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો અરજીકર્તાને આ મામલે રાહત નહી આપવામાં આવે તો તેની કારકિર્દીના 8 વર્ષ બર્બાદ થઈ જશે.
શું રાહુલ ગાંધી લોકસભા 2024ની ચૂંટણી નહી લડી શકે?
જન પ્રતિનિધિત્વ અધિનિયમ 8(3) હેઠળ કોઈ પણ ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હોય અને બે વર્ષની સજા પામનારા શખ્સને જેલની અવધિ અને સજા કાપ્યા બાદ પણ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય રહેશે. આ રીતે રાહુલ ગાંધીએ કુલ 8 વર્ષ સુધી રાજનીતિથી દુર રહેવું પડશે. જો રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહી મળે તો તેઓ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પણ નહી લડી શકે.
આ પણ વાંચો : વિપક્ષની બેંગલુરુ બેઠક પર PM નરેન્દ્ર મોદીના આકરા પ્રહાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


