Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતે આપ્યો હતો ચીનને કડક સંદેશ, ભારતે સીમા પર રેકોર્ડ સમયમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ બનાવ્યો

અહેવાલ - રવિ પટેલ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં ભારત-ચીન સરહદ પર આવેલા ગામડાઓમાં વીજળીના અભાવને કારણે વિકાસની ગતિ ધીમી પડી રહી હતી. કેન્દ્ર સરકાર, અરુણાચલ પ્રદેશની સરકાર અને ભારતીય સેનાને સમજાયું કે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સૌ પ્રથમ...
ભારતે આપ્યો હતો ચીનને કડક સંદેશ  ભારતે સીમા પર રેકોર્ડ સમયમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ બનાવ્યો
Advertisement

અહેવાલ - રવિ પટેલ

અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં ભારત-ચીન સરહદ પર આવેલા ગામડાઓમાં વીજળીના અભાવને કારણે વિકાસની ગતિ ધીમી પડી રહી હતી. કેન્દ્ર સરકાર, અરુણાચલ પ્રદેશની સરકાર અને ભારતીય સેનાને સમજાયું કે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સૌ પ્રથમ ગામડાના લોકોને વીજળી પહોંચાડવી પડશે.

Advertisement

કેન્દ્ર સરકારે પ્રથમ ગામ કહોથી લગભગ ત્રણ કિમી ઉપરના જંગલોમાં દરિયાની સપાટીથી લગભગ 9,000 હજાર ફીટ, ડિચુ નાલામાંથી પાણી લઈને 100 કિલોવોટનો ડિચુ નાલા માઇક્રો હાઇડ્રો પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું. ચીને આ વાત સ્વીકારી ન હતી. તેમની નારાજગીને અવગણીને, ભારતે સાત મહિનાના રેકોર્ડ સમયમાં ડિચુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું નિર્માણ કર્યું. આ પ્રોજેક્ટની શરૂઆત સાથે, વોલોંગ અને કિબિથુ સર્કલના 30 થી વધુ ગામોને 24 કલાક વીજળી મળી રહી છે. આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આ વર્ષે એપ્રિલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અનમિત શાહે કર્યું હતું.

Advertisement

ચીને પીછેહઠ કરવી પડી

પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જ્યારે તેને શરૂ કરવામાં આવ્યું ત્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું. તેઓ ટેકરી ઉપર આવતા અને તેને બંધ કરવાની ધમકી આપતા. તેમના વિરોધ છતાં જિલ્લા વહીવટીતંત્રે આ તરફ કોઈ ધ્યાન આપ્યું ન હતું અને કામ ચાલુ રાખ્યું હતું. આ માટે ભારતીય સેનાએ ચીની સૈન્ય અધિકારીઓ સાથે ઘણી બોર્ડર પર્સનલ મીટિંગ્સ (BPM) કરી હતી. ભારતે ચીનને કડક સંદેશ આપ્યો કે આ પ્રોજેક્ટ રહેશે અને તેનો વિરોધ નકામો છે. આ પછી ચીને પીછેહઠ કરી.

17 પ્રોજેક્ટ શરૂ થયા

અરુણાચલ પ્રદેશ સરકાર ગોલ્ડન જ્યુબિલી બોર્ડર વિલેજ ઇલ્યુમિનેશન પ્રોગ્રામ હેઠળ લગભગ રૂ. 200 કરોડના ખર્ચે સરહદ પર 10-100 kW ક્ષમતાના 50 માઇક્રો અને મિની હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સનું નિર્માણ કરી રહી છે. 50 પ્રોજેક્ટ્સ તબક્કાવાર અમલમાં છે અને તબક્કા-1 હેઠળ રૂ. 50 કરોડના અંદાજિત ખર્ચે 1255 કેડબલ્યુની ક્ષમતાવાળા 17 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. 11 જિલ્લાઓમાં સ્થિત, 17 પ્રોજેક્ટ 123 સરહદી ગામોને આવરી લેશે, 10,185 લોકોને લાભ થશે. આ 17 પ્રોજેક્ટ હેઠળ વીજળીકરણ કરવામાં આવશે. આમાંથી એક પ્રોજેક્ટ, ડિચુ નાલા (100 kW), અંજાવ જિલ્લાના કાહો ગામ નજીક, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર બાંધવામાં આવ્યો છે.

પ્રોજેક્ટ રેકોર્ડ સમયમાં પૂર્ણ થયો

આ પ્રોજેક્ટ સાત મહિનાના રેકોર્ડ સમયમાં બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે કુલ રૂ. 3.8 કરોડનો ખર્ચ થયો હતો.

આ પણ વાંચો - યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી : Italy PM Giorgia Meloni

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×