Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

INS મોર્મુગાઓએ મિસાઇલ ફાયરિંગમાં કરી કમાલ, લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કર્યું

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ભારતીય નૌકાદળના પ્રથમ ફ્રન્ટલાઈન ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ મોર્મુગાઓ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દરિયામાં ભારતીય નૌકાદળની ફાયરપાવર દર્શાવે છે. નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે,નવીનતમ માર્ગદર્શિત...
ins મોર્મુગાઓએ મિસાઇલ ફાયરિંગમાં કરી કમાલ  લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કર્યું
Advertisement
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ભારતીય નૌકાદળના પ્રથમ ફ્રન્ટલાઈન ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ મોર્મુગાઓ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ દરિયામાં ભારતીય નૌકાદળની ફાયરપાવર દર્શાવે છે. નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે,નવીનતમ માર્ગદર્શિત મિસાઇલ વિનાશક INS મોર્મુગાઓએ તેની પ્રથમ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલના પરીક્ષણ દરમિયાન બુલ્સ આઇ લક્ષ્ય પર સફળતાપૂર્વક ફાયરિંગ કર્યું હતું. આ જહાજ અને તેના શક્તિશાળી શસ્ત્રો બંને સ્વદેશી છે, જે સ્વ-નિર્ભરતા અને દરિયામાં ભારતીય નૌકાદળની ફાયરપાવરનું પ્રતીક છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ઈન્ડો-રશિયન સંયુક્ત સાહસ બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ઉત્પાદન કરે છે, જેને સબમરીન, જહાજો, એરક્રાફ્ટ અથવા લેન્ડ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઈલ મેક 2.8 અથવા ધ્વનિ કરતા લગભગ ત્રણ ગણી ઝડપે ઉડે છે. ભારત બ્રહ્મોસ મિસાઈલની પણ નિકાસ કરી રહ્યું છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં, ભારતે મિસાઇલની ત્રણ બેટરીની સપ્લાય માટે ફિલિપાઇન્સ સાથે 375 કરોડ ડોલર ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ ભારતીય નૌકાદળને મિસાઈલ ડિસ્ટ્રોયર વોરશિપ ‘મોર્મુગાઓ’ સમર્પિત કરી હતી. ભારતમાં બનેલા શક્તિશાળી યુદ્ધ જહાજોમાંથી એક, INS મોર્મુગાઓ, 7,400 ટન વજન ધરાવે છે, જેની લંબાઈ 163 મીટર અને પહોળાઈ 17 મીટર છે. તે બ્રહ્મોસ અને બરાક-8 જેવી મિસાઈલોથી સજ્જ છે. તે ઇઝરાયેલના રડાર MF-STARથી સજ્જ છે, જે હવામાં લાંબા અંતરના લક્ષ્યોને શોધી શકે છે. 127 મીમીની બંદૂકથી સજ્જ INS મોર્મુગાઓ 300 કિમીના અંતરથી લક્ષ્યને ઝીલવામાં સક્ષમ છે. INS મોર્મુગાઓનું નામ પશ્ચિમ કિનારે ગોવાના ઐતિહાસિક બંદર શહેર પરથી રાખવામાં આવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.

×