Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chandrayaan-3 મિશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ISRO ના વૈજ્ઞાનિકનું નિધન

Chandrayaan-3 મિશનની સફળતા બાદ ભારતનું કદ વિશ્વમાં વધ્યું છે. આ મિશન બાદ દેશમાં ખુશીનો માહોલ છે. પણ આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના વૈજ્ઞાનિક વલરામથી, જેમણે ભારતના ચંદ્ર...
chandrayaan 3 મિશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર isro ના વૈજ્ઞાનિકનું નિધન
Advertisement

Chandrayaan-3 મિશનની સફળતા બાદ ભારતનું કદ વિશ્વમાં વધ્યું છે. આ મિશન બાદ દેશમાં ખુશીનો માહોલ છે. પણ આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના વૈજ્ઞાનિક વલરામથી, જેમણે ભારતના ચંદ્ર મિશન Chandrayaan-3માં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું છે.

જણાવી દઈએ કે, શ્રીહરિકોટામાં Chandrayaan-3 રોકેટ પ્રક્ષેપણના કાઉન્ટડાઉનમાં વલરામથીએ પોતાનો અવાજ આપ્યો હતો. જેમનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું છે. મહત્વનું છે કે, ભારત 1.4 અબજ લોકો ધરાવતો દેશ છે, તેમ છતાં, કેટલાક લોકોના અવાજો આપણાના મનમાં અનંતકાળ સુધી કોતરેલા રહે છે. સેલિબ્રિટી, રાજકારણીઓ, રમતગમતની હસ્તીઓ અને વૈજ્ઞાનિકો પણ આ યાદીમાં સામેલ છે. આવો જ એક અવાજ ISRO ના વૈજ્ઞાનિક વલરામથીનો, ઝાંખો પડી ગયો છે. જેમને લોકોએ જોયા નથી પણ તેમના અવાજને દુનિયાએ સાંભળ્યો હતો. હવે આ અવાજ હંમેશા માટે શાંત થઇ ગયો છે.

Advertisement

મીડિયા રિપોર્ટ અનુસાર, તમિલનાડુના અરિયાલુરના રહેવાસી વલરામાથીનું શનિવારે સાંજે અવસાન થયું હતું. રાજધાની ચેન્નાઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ચંદ્રયાન 3, જે 23 ઓગસ્ટે ચંદ્રના ઉત્તર ધ્રુવ પર ઉતર્યું હતું, તેને 14 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. સફળ ચંદ્રયાન 3 મિશન તેમનું અંતિમ કાઉન્ટડાઉન સાબિત થયું.

Advertisement

ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ પીવી વેંકટકૃષ્ણાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, 'શ્રીહરિકોટાથી ઈસરોના ભાવિ મિશનના કાઉન્ટડાઉનમાં હવે વલરામથી મેડમનો અવાજ સંભળાશે નહીં. ચંદ્રયાન 3 તેમનું અંતિમ કાઉન્ટડાઉન હતું. ખૂબ જ દુઃખ થાય છે. પ્રણામ.' આ સિવાય સોશિયલ મીડિયા પર પણ ઈસરોના આ ખાસ અવાજના મૌન માટે શ્રદ્ધાંજલિ ચાલી રહી છે.

આ પણ વાંચો - Chandrayaan-3: વિક્રમ અને પ્રજ્ઞાન હવે 15 દિવસ શાંતિથી ઉંઘી જશે, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×