Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu and Kashmir: આર્મી કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, 8 દુકાનો બળીને ખાખ

Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સેનાના એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના ઘટી છે. આગની ઝપેટમાં આઠ દુકાનો બળીને ખાખ થઈ ગઈ અને 6 સૈનિકો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવ્યા છે. આ બાબતે અધિકારીઓએ જાણકારી આપતા...
jammu and kashmir  આર્મી કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ  8 દુકાનો બળીને ખાખ
Advertisement

Jammu and Kashmir: જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સેનાના એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના ઘટી છે. આગની ઝપેટમાં આઠ દુકાનો બળીને ખાખ થઈ ગઈ અને 6 સૈનિકો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવ્યા છે. આ બાબતે અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું કે, જિલ્લાના જાંગલી વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં 3 અને 4 ફેબ્રુઆરીની રાતે આગ લાગી હતી. આ ઘટનામાં આઠ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી, જો કે, 6 સૈનિકોને સામાન્ય ઈજા થઈ છે. ત્યાં ઉધમપુરમાં એક અકસ્માતમાં એક પરિવારના 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.

આગની ઝપેટમાં આઠ દુકાનો બળીને ખાખ

સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આ આગ શોપિંગ કોમ્પ્લેક્સ 28 આઈએનએફ ડિવ ( આર્મી કેમ્પ) જાંગલી, કુપવાડામાં લાગી હતી. કુપવાડા જિલ્લાની અગ્નિશામક અને કટોકટી સેવાઓની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ઘાયલ સૈનિકોને ઈલાજ માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતાં.

Advertisement

સલોરામાં તેમની કાર બે ટ્રક સાથે અથડા

તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં રવિવારે એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા અને અન્ય એક ઘાયલ થયો હતો. સલોરા વિસ્તારમાં તેમની કાર બે ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું કે કાર જમ્મુથી ઉધમપુર તરફ જઈ રહી હતી ત્યારે આ દુઃખદ ઘટના બની હતી. કાર બે ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે તેમાં સવાર પાંચેય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Advertisement

આ પણ વાંચો: UP ATSએ કરી ISI એજન્ટની ધરપકડ, પાકિસ્તાન મોકલાવતો હતો ગુપ્ત માહિતી

ઉધમપુર પાસે થયો કાર અકસ્માત

એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ ચાર ઘાયલોને મૃત જાહેર કર્યા. પાંચમા ઈજાગ્રસ્તને ઉધમપુર શહેરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. માર્યા ગયેલા લોકોની ઓળખ નીતિન ડોગરા, તેમની પત્ની રિતુ ડોગરા અને તેમની પુત્રીઓ ખુશી અને વાણી તરીકે થઈ છે. ઈજાગ્રસ્તની ઓળખ ત્રીજી પુત્રી બ્રિન્દા તરીકે થઈ છે.

Tags :
Advertisement

.

×