Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu : આતંકીઓની વધુ એક નાપાક હરકત, LoC નજીક ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારો સુરક્ષા દળોએ જપ્ત કર્યા...

જમ્મુમાં આતંક મચાવવા સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના કાવતરાને સુરક્ષા દળોએ ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો છે. ગુરુવારે સેના અને જમ્મુ પોલીસની સંયુક્ત ટીમે અંકુશ રેખા પાસે જમ્મુના અખનૂરના પાલનવાલામાં હથિયારોનો એક જથ્થો જપ્ત કર્યો હતો. જમ્મુ પોલીસ અને આર્મીની ટીમે આજે...
jammu   આતંકીઓની વધુ એક નાપાક હરકત  loc નજીક ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારો સુરક્ષા દળોએ જપ્ત કર્યા
Advertisement

જમ્મુમાં આતંક મચાવવા સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના કાવતરાને સુરક્ષા દળોએ ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો છે. ગુરુવારે સેના અને જમ્મુ પોલીસની સંયુક્ત ટીમે અંકુશ રેખા પાસે જમ્મુના અખનૂરના પાલનવાલામાં હથિયારોનો એક જથ્થો જપ્ત કર્યો હતો.

જમ્મુ પોલીસ અને આર્મીની ટીમે આજે સવારે એલઓસી સાથે પાલનવાલા નજીક સંયુક્ત સર્ચ ઓપરેશનમાં એક શંકાસ્પદ બોક્સ મળી આવ્યું હતું. બોક્સ ખોલતા તેમાંથી હથિયારો મળી આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો સરહદ પાર બેઠેલા આતંકવાદીઓ ડ્રોનનો ઉપયોગ કરીને આ હથિયારોની હેરાફેરી કરતા હોય છે. હથિયારોને સુરક્ષા દળો દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આ રીતે સુરક્ષાદળોએ ફરી એકવાર આતંકીઓની નાપાક યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે.

Advertisement

બોક્સમાંથી એક બેટરી ફીટ IED, એક પિસ્તોલ, બે પિસ્તોલ મેગેઝીન, 38 બુલેટ અને નવ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. તમામ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ખાખડ પોલીસ સ્ટેશને સંબંધિત કલમો હેઠળ FIR નોંધીને તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. પાલનવાલા વિસ્તારને અડીને આવેલા માર્ગો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Jammu Encounter : આ વર્ષે અત્યાર સુધીમાં 15 જવાનો થયા શહીદ, 25 આતંકવાદીઓ પણ માર્યા ગયા…

Tags :
Advertisement

.

×