Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kashmir: લાલ ચોક પર નાની બાળકીએ કાલાઘેલા અવાજ કર્યો ગાયત્રી મંત્રનો જાપ

Kashmir: કાશમીરમાં શ્રીનગરના લાલ ચોક પર વૈષ્ણવી કૌશિક નામની નાની બાળકીએ કાલાઘેલી ભાષામાં ગાયત્રી મંત્ર ગયો તેવી વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ભાવે વાયરલ થઈ રહ્યો છે. લોકો આના પર લખતા કહે છે કે, આ કાશ્મીરમાં આવેલો બદલવા છે જે ભારતના...
kashmir  લાલ ચોક પર નાની બાળકીએ કાલાઘેલા અવાજ કર્યો ગાયત્રી મંત્રનો જાપ
Advertisement

Kashmir: કાશમીરમાં શ્રીનગરના લાલ ચોક પર વૈષ્ણવી કૌશિક નામની નાની બાળકીએ કાલાઘેલી ભાષામાં ગાયત્રી મંત્ર ગયો તેવી વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ભાવે વાયરલ થઈ રહ્યો છે. લોકો આના પર લખતા કહે છે કે, આ કાશ્મીરમાં આવેલો બદલવા છે જે ભારતના લોકોમાં સારી વાત છે. આ વીડિયોમાં નાની બાળકી ગાયત્રી મંત્રનો જાપ કરી રહી છે. જે વીડિયોને સોશિયલ મીડિયામાં લાખો લોકોએ જોઈ લીધો છે.

વૈષ્ણવીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ વીડિયો પર આંધ્રપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સહ-પ્રભારી સુનીલ દેવધર લખે છે કે, ‘જે લાલ ચોક પર પહેલા માત્ર ગોળીઓ અને બમ્બના ધમાકાનો આવાજ સંભળાતો હતો, ત્યાં હવે ગાયત્રી મંત્રાના જાપનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ નવું જમ્મુ-કાશ્મીર છે.’ આ સાથે સાથે જમ્મુ કાશ્મીરના આકિબ મીરે વીડિયો પર લખે છે કે, ‘નમસ્કાર ભારત, ત્રણ વર્ષની બાળકી કાશ્મીરમાં ગાયત્રી મંત્રનો જાપ કરે છે. હવે નવા જમ્મુ-કાશ્મીરમાં શાંતિ છે,’

Advertisement

Advertisement

કાશ્મીરમાં હવે શાંતિનો માહોલ: કાશ્મીરી

કેન્દ્રીય કૃષી અને કિશાન કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંદલાજે લખ્યું કે, ‘એક નાની બાળકી જમ્મુ-કાશ્મીરના લાલ ચોક પર ઊભી રહીને નિડરતાથી ગાયત્રી મંત્રનો જાપ કરી રહી છે. અને લોકો પૂછે છે, કાશ્મીરમાં શું બદલાયું છે?’ આ સાથે રાજ્ય સભાના સભ્ય કાર્તિકેય શર્માએ પણ આ બાબતે કોમેન્ટ કરતા લખ્યું કે, ’લાલ ચોકની હવામાં પહેલા કહેરની ગૂંજતી હતી ત્યા હવે એક નવો અવાજ સાંભળવા મળ્યો છે. શાંતિની ચાહત રાખવી વાળી માનતાની ભાવનાનું એક શાંતિ પ્રમાણ’ તે સિવાય વાત કરવામાં આવે તો, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાસ કૃષ્ણ અગ્રવાલ લખે છે કે, ‘પત્રકાર અશોક શ્રીવાસ્તવ સાથે કેટલાય લોકો આ વીડિયો બાબતે પોતાના વિચાર સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી રહ્યા છે

આ પણ વાંચો: રાહુલ ગાંધી આજથી શરૂ કરશે ‘ભારત જોડો ન્યાય યાત્રા’, આ રહી વિગતો...

પત્રકાર કૌશિકની પૌત્રી છે વૈષ્ણવી

મળતી વિગતો પ્રમાણે વૈષ્ણવી દિલ્હીના રોહિણી વિસ્તારમાં રહેતા સંદિપ કૌશિકની દીકરી અને પત્રકાર સુરેશ કૌશિકની પૌત્રી છે. કૌશિકને જણાવ્યું કે વૈષ્ણવી હાલમાં પોતાના માતા-પિતા સાથે Kashmir ફરવા ગઈ હતી. આઝાદી પછી, વર્ષ 1948માં, પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ લાલ ચોક પર પ્રથમ વખત ત્રિરંગો ફરકાવ્યો હતો.જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પાર પ્રાયોજિત આતંકવાદના યુગ દરમિયાન, લાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓનો આતંક રહેતો હતો અને સમગ્ર વિસ્તાર કડક સુરક્ષા હેઠળ હતો.

Tags :
Advertisement

.

×