Lok sabha Election 2024: થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ જશે નવી સરકારની સ્થિતિ, અત્યારે BJP લીડમાં..
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામને લઈને લોકો અત્યારે મીટ માંડીને બેઠા છે. નોંધનીય છે કે, આજે કેટલાય રાજનેતાઓનું ભાવિ નક્કી થવાનું છે. તેમાં વારાણસીથી નરેન્દ્ર, મોદી, ગાંધીનગરથી અમિત શાહ, રાય બરેલી અને વાનખેડેથી રાહુલ ગાંધી અને અમેઠી સ્મૃતિ ઇરાની આ દરેક રાજનેતાઓના ભાવિ આજને નક્કી થવાના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે ચાલી રહ્યું છે.
| રાજ્ય | બેઠકો | NDA (BJP+) Advertisement લીડ/જીત | INDIA (કોંગ્રેસ+) લીડ/જીત | અન્ય લીડ/જીત |
| ઉત્તર પ્રદેશ | 80 | 37 | 42 | 1 |
| મહારાષ્ટ્ર | 48 | 21 | 25 | 2 |
| આંધ્ર પ્રદેશ | 42 | 20 | 0 | 5 |
| પશ્ચિમ બંગાળ | 42 | 6 | 3 | 23 (TMC) |
| બિહાર | 40 | 27 | 6 | 2 |
| તમિલનાડુ | 39 | 1 | 32 | 3 |
| મધ્ય પ્રદેશ | 29 | 29 | 0 | 0 |
| કર્ણાટક | 28 | 21 | 7 | 0 |
| ગુજરાત | 26 | 24/1 | 1 | 0 |
| રાજસ્થાન | 25 | 13 | 9 | 3 |
| ઓડિશા | 21 | 17 | 2 | 2 |
| કેરળ | 20 | 2 | 17 | 1 |
| આસામ | 14 | 8 | 4 | 2 |
| ઝારખંડ | 14 | 8 | 4 | 0 |
| પંજાબ | 13 | 0 | 9 | 2 + 2 (SAD) |
| છત્તીસગઢ | 11 | 9 | 2 | 0 |
| હરિયાણા | 10 | 4 | 6 | 0 |
| દિલ્હી | 7 | 6 | 1 | 0 |
| જમ્મૂ-કાશ્મીર | 5 | 2 | 0 | 1+ 2 (NC) |
| ઉત્તરાખંડ | 5 | 5 | 0 | 0 |
| હિમાચલ પ્રદેશ | 4 | 4 | 0 | 0 |
| મેઘાલય | 2 | 0 | 1 | 1 |
| અરૂણાચલ પ્રદેશ | 2 | 2 | 0 | 0 |
| ત્રિપુરા | 2 | 2 | 0 | 0 |
| ગોવા | 2 | 1 | 1 | 0 |
| મણિપુર | 2 | 0 | 1 | 1 |
| લક્ષદ્વીપ | 1 | 0 | 1 | 0 |
| પુડુચેરી | 1 | 0 | 1 | 0 |
| સિક્કિમ | 1 | 0 | 0 | 1 |
| મિઝોરમ | 1 | 1 | 0 | 0 |
| નાગાલેન્ડ | 1 | 0 | 1 | 0 |
| અંદમાન-નિકોબાર | 1 | 1 | 0 | 0 |
| ચંદીગઢ | 1 | 0 | 1 | 0 |
| દાદર નગર હવેલી-દમણ-દીવ | 2 | 1 | 0 | 1 |
| લદ્દાખ | 1 | 0 | 0 | 1 |
| કુલ બેઠકો | 543 |
542 લોકસભા બેઠકોની મતગણતરી શરૂ થઈ ગઈ
તમને જણાવી દઇએ કે, અત્યારે 542 લોકસભા (Lok sabha) બેઠકોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી તબક્કાની વાત કરવામાં આવે તો, NDA 290, I.N.D.I.A. 220 બેઠકો પર આગળ ચાવી રહીં છે. નોંધનીય છે કે, સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ EVMથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે, આગામી માત્ર 3 જ કલાકમાં ભારતનું ભાવિ નક્કી થઈ જશે.
એક્ઝિટ પોલની પ્રમાણે બીજેપી બનાવશે સરકાર
નોંધનીય છે કે, 1 જૂને જાહેર થયેલા 12 મુખ્ય એક્ઝિટ પોલની પ્રમાણે વાત કરવામાં આવે તો ભારતમાં ફરી એકવાર એટલે કે, ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવશે તેવા એંઘાણ વર્તાઈ રહ્યા છે. અત્યારે ભારતભરના લોકો માત્ર પરિણામની રાહ જોઈ રહ્યા છે. બધા રાહ જોઈને બેઠા છે કે, આ વખતે કોની સરકાર બનશે? ભારત ત્રીજી વખત સરકાર બનાશે કે, પછી ભારતમાં પરિવર્તનની લહેર જોવા મળશે. તે આગામાં ત્રણ કલાકમાં જાહેર થઈ જશે.


