Lok Sabha Election 2024: ઝારખંડ, મધ્યપ્રદેશ, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાનમાં કોને આપી ભાજપે ટિકિટ?
Lok Sabha Elections 2024: આજે ભારતીય જનતા પાર્ટીની સાંજે 6 વાગ્યે દિલ્હીમાં તેની મુખ્ય ઓફિસમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) એ શનિવારે આગામી લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે અને તેઓ બનારસથી ચૂંટણી લડશે. ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ઉમેદવારોની યાદીમાં પ્રથમ સ્થાને છે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ લિસ્ટમાં સામેલ છે. આ યાદીમાં વારાણસી, અયોધ્યા, પ્રયાગરાજ, આઝમગઢ અને ગોરખપુર સહિત ઉત્તર પ્રદેશની ઘણી મોટી બેઠકો માટેના ઉમેદવારોના નામ સામેલ છે.
ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરાવામાં આવ્યા છે. બનાસકાંઠાથી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, પાટણથી ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા તો ગાંધીનગરથી અમિતભાઈ શાહ લડશે ચૂંટણી, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા ચૂંટણી લડશે, રાજકોટથી પરષોત્તમભાઈ રૂપાલા લડશે, પોરબંદર મનસુખભાઈ માંડવિયા લડશે ચૂંટણી, જામનગરથી પૂનમબેન માડમને રિપીટ કરાયા, આણંદથી મિતેષભાઈ પટેલને રિપીટ કરાયા, ખેડાથી દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા, પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ લડશે ચૂંટણી, દાહોદ જશવંતસિંહ ભાભોર રિપીટ કરાયા, ભરૂચથી મનસુખ વસાવાને રિપીટી કરાયા, બારડોલીથી પ્રભુભાઈ વસાવા ભાજપ ઉમેદવાર, નવસારીથી સી.આર.પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે.
ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારીને મળી ટિકિટ
ચાંદનીચોકથી પ્રવિણ ખંડેલવાળાને મળી ટિકિટ, ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી, નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ, પશ્ચિમ દિલ્હીથી કમલજીત સેહરાવત અને દક્ષિણ દિલ્હીથી રામબીર બિધુરી ભાજપના ઉમેદવાર જાહરે કરવામાં આવ્યા છે. એ જ રીતે આંદામાનથી વિષ્ણુ, અરુણાચલ પશ્ચિમથી કિરેન રિજિજુ, અરુણાચલ પૂર્વથી તાપીર ગાઓ, સિલચરથી પરિમલ શુક્લા, ગુવાહાટીથી બિજલી કલિતા અને ડિબ્રુગઢથી સર્બાનંદ સોનોવાલને ટિકિટ આપવામાં આવી છે.
Lok Sabha Elections માટે ભાજપની પ્રથમ યાદી જાહેર
ઝારખંડના ઉમેદાવારની વાત કરવામાં આવે તો ભાજપે ગોડ્ડાથી નિશિકાંત દુબે, રાંચીથી સંજય સેઠ, જમશેદપુરથી વિદ્યુત મહતો, ખુંટીથી અર્જુન મુંડા અને પલામુથી વિષ્ણુ દયાલ રામને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મધ્યપ્રદેશથી ભાજપના ઉમેદવારની વાત કરવામાં આવે તો ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, દમોહથી રાહુલ લોધી, ખજુરાહોથી વીડી શર્મા, રીવાથી જનાર્દન મિશ્રા, શહડોલથી હિમાદ્રી સિંહ, જબલપુરથી આશિષ દુબે, હોશંગાબાદથી દર્શન ચૌધરી, વિદિશાથી શિવરાજ સિંહ ચૌહાણ, ભોપાલથી આલોક શર્મા, રોડમલ નગરમાંથી રાજગઢ. અને ખંડવાથી નયનેશ્વર પાટીલને ટિકિટ આપવામાં આવી છે.
રાજસ્થાનમાં ભાજપે જે રાજનેતાઓને ટિકિટ આપી છે તેની વાત કરવામાં આવે તો બિકાનેરથી અર્જુન મેઘવાલ, અલવરથી ભૂપેન્દ્ર યાદવ, ભરતપુરથી રામસ્વરૂપ કોલી, નાગૌરથી જ્યોતિ મિર્ધા, જોધપુરથી ગજેન્દ્ર શેખાવત, બર્મેડથી કૈલાશ ચૌધરી, ઉદયપુરથી મન્નાલાલ રાવત, બાંસવાડાથી મહેન્દ્ર માલવિયા અને કોટાથી ઓમ બિરલા ભાજપના ઉમેદવાર છે.


