Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra : અજિત પવારના પત્ની સુનેત્રા પવારે રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન ભર્યું...

મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ CM અને NCP નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા પેટાચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર હશે. લોકસભા ચૂંટણી 2024 માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુનેત્રાને તેમની ભાભી સુપ્રિયા સુલેથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણીમાં તેમની હાર બાદ...
maharashtra   અજિત પવારના પત્ની સુનેત્રા પવારે રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન ભર્યું
Advertisement

મહારાષ્ટ્ર (Maharashtra)ના નાયબ CM અને NCP નેતા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા પેટાચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર હશે. લોકસભા ચૂંટણી 2024 માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુનેત્રાને તેમની ભાભી સુપ્રિયા સુલેથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણીમાં તેમની હાર બાદ અજિત પવાર હવે તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. પ્રફુલ પટેલના રાજીનામા બાદ મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજ્યસભા સાંસદની બેઠક ખાલી પડી છે. પ્રફુલ્લ પટેલનો ચાર વર્ષનો કાર્યકાળ બાકી હતો, પરંતુ તેમણે રાજીનામું આપ્યું, કારણ કે તેઓ બીજી વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને હવે તેઓ 2030 સુધી રાજ્યસભાના સાંસદ રહેશે.

Advertisement

રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન પછી સુનેત્રા પવારે કહ્યું કે અમારે 18 મી સુધી રાહ જોવી પડશે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર અને મહાયુતિ સહિતના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમણે પાર્ટી દ્વારા તેમના પર મૂકેલા વિશ્વાસ માટે કામ કરવું પડશે. છગન ભુજબળ અંગે તેમણે કહ્યું કે, કોઈ નારાજ નથી. સૌએ સાથે મળીને નિર્ણય લીધો અને આજે ખુદ છગન ભુજબળ પણ હાજર રહ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અજિત પવાર આ માટે તૈયાર નથી, તો તેમણે કહ્યું કે આ જનતાની માંગ છે. પવારે પોતે કહ્યું કે તમારે જ રાજ્યસભામાં જવું જોઈએ.

Advertisement

પ્રફુલ પટેલે રાજીનામું કેમ આપ્યું?

પ્રફુલ પટેલ રાષ્ટ્રવાદી કોંગ્રેસના મોટા નેતા છે અને શરદ પવારના નજીકના ગણાતા હતા. જો કે, NCP બે જૂથોમાં વિભાજિત થયા પછી, તેઓ અજિત પવાર સાથે જોડાયા. તેઓ જુલાઈ 2022 માં NCP ના સમર્થનથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. આ સમયે પાર્ટી એકજૂટ હતી. આવી સ્થિતિમાં, પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગયા પછી, તેમને ફરીથી રાજ્યસભા સાંસદના ઉમેદવાર બનાવવામાં આવ્યા અને અજીતના જૂથના ધારાસભ્યોના સમર્થનથી, તેઓ ફરી એકવાર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા. તેઓ 2028 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હોત. જો કે હવે તેઓ 2030 સુધી આ પદ પર રહેશે. આવી સ્થિતિમાં તેમણે પોતાના જૂના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના જૂના કાર્યકાળમાં ચાર વર્ષ બાકી હતા. આ અંગેની માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર આપી હતી.

સુનેત્રા પવારને રાજ્યસભાની ટિકિટ આપ્યા બાદ અજિત વિધાનસભા ચૂંટણી લડી શકે છે. તે બારામતીથી પોતાનો દાવો રજૂ કરી શકે છે. તે જ સમયે, શરદ પવારના જૂથની NCP યોગેન્દ્ર પવારને આ બેઠક પરથી ટિકિટ આપી શકે છે.

આ પણ વાંચો : NEET UG 2024 : શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન, કહ્યું- દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે…

આ પણ વાંચો : Pema Khandu એ અરુણાચલ પ્રદેશના CM તરીકે શપથ લીધા, Chowna Mein નાયબ મુખ્યમંત્રી બન્યા

આ પણ વાંચો : મોટા સમાચાર! NEET કાઉન્સેલિંગ પર કોઈ પ્રતિબંધ નહીં, 1563 વિદ્યાર્થીઓ ફરી આપશે પરીક્ષા…

Tags :
Advertisement

.

×