Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NCPમાં ઘમાસાણ, પવારના સમર્થનમાં અનેકના રાજીનામા

શરદ પવારે એનસીપી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ ભારે ચર્ચા શરુ થઇ છે. એનસીપીના કાર્યકરો તેમને આ નિર્ણય પાછો ખેંચવા માટે સતત કહી રહ્યા છે. હવે માહિતી સામે આવી છે કે શરદ પવાર એનસીપીના અધ્યક્ષ તરીકે ચાલુ રહી...
ncpમાં ઘમાસાણ  પવારના સમર્થનમાં અનેકના રાજીનામા
Advertisement
શરદ પવારે એનસીપી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ ભારે ચર્ચા શરુ થઇ છે. એનસીપીના કાર્યકરો તેમને આ નિર્ણય પાછો ખેંચવા માટે સતત કહી રહ્યા છે. હવે માહિતી સામે આવી છે કે શરદ પવાર એનસીપીના અધ્યક્ષ તરીકે ચાલુ રહી શકે છે. એવા પણ સમાચાર છે કે NCPમાં કાર્યકારી અધ્યક્ષનું પદ બનાવવામાં આવશે અને તેના માટે પાર્ટીના બંધારણમાં ફેરફાર કરવામાં આવશે. કાર્યકારી અધ્યક્ષ પદની રેસમાં અજિત પવારનું નામ સામેલ નથી. બીજી તરફ શરદ પવારના રાજીનામા બાદ જીતેન્દ્ર આવ્હાડ સહિત મુંબઇ થાણેના ઘણા પદાધીકારીઓએ રાજીનામા આપી દીધા છે...
નેતાઓના રાજીનામા
NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે થાણે અને મુંબ્રાના તમામ કાર્યકરો સાથે રાજીનામું આપ્યું છે.
એનસીપીની બેઠક શરુ
બીજી તરફ એનસીપીની બેઠક શરુ થઇ ગઇ છે જેમાં  શરદ પવાર, અજિત પવાર, સુપ્રિયા સુલે, દિલીપ વાલસે પાટીલ, હસન મુશ્રીફ, નરહરી જીરહવાલ, પ્રફુલ પટેલ, સુનિલ તટકરે, શશિકાંત શિંદે, કેપ્ટન મલિક, કેકે શર્મા, પીસી ચાકો, છગન ભુજબળ અને અન્ય 5 લોકોએ NCPની બેઠકમાં હાજરી આપી છે. 6 ધારાસભ્યો આવ્યા છે.અજિત પવાર પણ YB સેન્ટર પહોંચ્યા છે.
અજિત પવારે મહારાષ્ટ્રમાં નેતૃત્વ કરવું જોઈએ
એનસીપીના નેતા છગન ભુજબળે કહ્યું કે પાર્ટી અધ્યક્ષની રેસમાં ઘણા ઉમેદવારો છે, પ્રફુલ પટેલ પણ છે, હું પણ છું... પરંતુ એવા નેતાની જરૂર છે જે કાર્યકરોનો ગુસ્સો ઓછો કરી શકે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે સુપ્રિયાના નામ પર બધા સહમત થશે. છગન ભુજબળે કહ્યું કે અજિત પવારે મહારાષ્ટ્રમાં નેતૃત્વ કરવું જોઈએ અને રાષ્ટ્રીય સ્તરે સુપ્રિયા સુલે જેવા અનુભવી નેતાની જરૂર છે. સુપ્રિયા સુલેમાં એ ગુણ છે, તેઓ સંસદસભ્યનું રત્ન છે. તેઓ ઘણા રાષ્ટ્રીય નેતાઓ માટે જાણીતા છે. ભુજબળે કહ્યું કે રાષ્ટ્રીય નેતૃત્વ માટે મારી પસંદગી સુપ્રિયા સુલે છે.
કમિટી જ નવા અધ્યક્ષનો નિર્ણય કરશે.
જો કે કેટલાક એનસીપી નેતાઓમાં ચર્ચા પણ છે કે અધ્યક્ષ તરીકે હવે પવારના પરિવારનો કોઇ સભ્ય નહીં હોય. હવે કમિટી જ નવા અધ્યક્ષનો નિર્ણય કરશે. કાર્યવાહક પ્રમુખ તરીકે સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલના નામની ચર્ચા થઈ રહી છે. YB સેન્ટરમાં શરદ પવાર, સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલ સાથે બેઠક શરૂ થઈ ચૂકી છે. એનસીપીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે સિલ્વર ઓક ખાતે યોજાયેલી બેઠકમાં એનસીપીના વરિષ્ઠ નેતાઓએ શરદ પવારને સુપ્રિયા સુલેને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શરદ પવારે આ સૂચનનો જવાબ આપ્યો ન હતો. પવારે એટલું જ કહ્યું કે નવી સમિતિ આ અંગે નિર્ણય લેશે.
Tags :
Advertisement

.

×