MEA : ભારતીય રાજદૂત કતારમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ નેવી અધિકારીઓને મળ્યા
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કતારમાં નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલી ફાંસીની સજા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ કેસમાં અમે તેમના પરિવારો વતી અપીલ દાખલ કરી હતી. આ ઉપરાંત કેદીઓની અપીલ પણ છે. ત્યારપછી બે સુનાવણી...
Advertisement
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કતારમાં નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને આપવામાં આવેલી ફાંસીની સજા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ કેસમાં અમે તેમના પરિવારો વતી અપીલ દાખલ કરી હતી.
આ ઉપરાંત કેદીઓની અપીલ પણ છે. ત્યારપછી બે સુનાવણી થઈ છે. અમે મામલાની નજીકથી નજર રાખી રહ્યા છીએ અને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
Advertisement
દરમિયાન, અમારા રાજદૂત તે તમામ 8ને 3 ડિસેમ્બરે જેલમાં મળ્યા હતા. આ એક સંવેદનશીલ મુદ્દો છે. આ મામલે અમારાથી જે કંઈ થઈ શકે તે અમે કરીશું.
Advertisement
આ પણ વાંચો : Income Tax Raid : ઓડિશા-ઝારખંડમાં ITના દરોડા, મળ્યો નોટોનો ખડકલો.., પૈસા ગણવાના મશીનો જ ખરાબ થઈ ગયા


