Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Haryana માં ગુંજ્યો મુસ્લિમ આરક્ષણનો મુદ્દો, અમિત શાહે કહ્યું- કર્ણાટક જેવી સ્થિતિ અહીં નહીં થવા દઈએ...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે હરિયાણા (Haryana) માં કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોંગ્રેસે કર્ણાટકમાં પછાત વર્ગો પાસેથી આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપ્યું. જો તે હરિયાણા (Haryana)માં સત્તા પર આવશે તો તે અહીં પણ આવું જ કરશે....
haryana માં ગુંજ્યો મુસ્લિમ આરક્ષણનો મુદ્દો  અમિત શાહે કહ્યું  કર્ણાટક જેવી સ્થિતિ અહીં નહીં થવા દઈએ
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે હરિયાણા (Haryana) માં કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોંગ્રેસે કર્ણાટકમાં પછાત વર્ગો પાસેથી આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપ્યું. જો તે હરિયાણા (Haryana)માં સત્તા પર આવશે તો તે અહીં પણ આવું જ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હમેશા પછાત વર્ગોની વિરુદ્ધ રહી છે. "કાકા કાલેલકર કમીશન 1957 માં OBC અનામત માટે રચવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસે વર્ષો સુધી તેનો અમલ કર્યો નહતો. 1980 માં જ્યારે તેને રજૂ કરવામાં આવ્યું ત્યારે રાજીવ ગાંધીએ OBC અનામતનો વિરોધ કરતા બે કલાક અને 43 મિનિટનું ભાષણ આવ્યું હતું.

મોદીના 71 મંત્રીઓમાંથી 27 OBC છે...

તેમણે કહ્યું કે, 2014 માં PM બન્યા બાદ મોદીએ પોતે આખા દેશને કહ્યું હતું કે તેમની સરકાર દલિતો, ગરીબો અને પછાત લોકોની સરકાર છે. અમિત શાહે કહ્યું કે, ભાજપે દેશને તેનો પહેલો મજબૂત પછાત વર્ગ PM આપવાનું કામ કર્યું છે. કેન્દ્રના 71 માંથી 27 મંત્રીઓ પછાત વર્ગના છે. ગૃહમંત્રીએ OBC સમુદાય માટે PM ના કર્યોની ગણતરી કરી અને કહ્યું કે, તેમણે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના માટે અનામત સુનિશ્ચિત કરી છે.

Advertisement

Advertisement

મુસ્લિમોને અનામત નહીં આપીએ : અમિત શાહ

તેમણે કહ્યું, "હું તમને ખાતરી આપવા માંગુ છું કે અમે હરિયાણા (Haryana)માં મુસ્લિમ આરક્ષણને મંજૂરી આપીશું નહીં." કોંગ્રેસના નેતા અને બે વખતના CM ભૂપેન્દ્ર હુડ્ડાને પડકાર ફેંકતા તેમણે કહ્યું કે, હું દરેક પૈસાનો હિસાબ લઈને આવ્યો છું, આંકડા સાથે મેદાનમાં આવો. હરિયાણા (Haryana)માં ઓક્ટોબરમાં ચૂંટણી થઇ શકે છે. ભાજપ અહીં એકલા હાથે ચૂંટણી લડશે. તેનું ધ્યાન પછાત વર્ગોને આકર્ષવા પર છે, જેમની પાસે રાજ્યમાં 27 ટકા હિસ્સો છે. ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં અમિત શાહની હરિયાણા (Haryana)ની આ બીજી મુલાકાત છે. આગાઉ, ગૃહ પ્રધાનનું મુખ્ય નાયબ સિંહ સૈની અને તેમના કેબિનેટ સાથીદારોએ સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો : NEET કેસમાં CBI ને મળી મોટી સફળતા, બે આરોપીઓની કરી ધરપકડ…

આ પણ વાંચો : Zomato And Swiggy: સરકારે આ રાજ્યોમાં ઘરે બેઠા દારૂ પહોંચાડવાની સુવિધા કરી શરુ

આ પણ વાંચો : પૂજા ખેડકરે પોતાની ઉંમરમાં પણ કર્યો ખેલ, 2020થી 2023 માં માત્ર 1 વર્ષ ઉંમરમાં થયો વધારો

Tags :
Advertisement

.

×