Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MP: નામ : મોહન યાદવ...અનુભવ: ABVP, RSS અને BJPમાં વર્ષો સુધી કર્યું કામ

વ્યક્તિગત માહિતી આખું નામ: મોહન યાદવ જન્મ તારીખ: 25 માર્ચ 1965 જન્મ સ્થળ: ઉજ્જૈન, મધ્ય પ્રદેશ પિતાનું નામ: પૂનમચંદ યાદવ માતાનું નામ: લીલાબાઈ યાદવ જીવનસાથીનું નામ: સીમા યાદવ શિક્ષણ: MBA, PhD આઠ દિવસની રાહ જોયા બાદ હવે એ સવાલનો જવાબ...
mp  નામ   મોહન યાદવ   અનુભવ  abvp  rss અને bjpમાં વર્ષો સુધી કર્યું કામ
Advertisement

વ્યક્તિગત માહિતી
આખું નામ: મોહન યાદવ
જન્મ તારીખ: 25 માર્ચ 1965
જન્મ સ્થળ: ઉજ્જૈન, મધ્ય પ્રદેશ
પિતાનું નામ: પૂનમચંદ યાદવ
માતાનું નામ: લીલાબાઈ યાદવ
જીવનસાથીનું નામ: સીમા યાદવ
શિક્ષણ: MBA, PhD

આઠ દિવસની રાહ જોયા બાદ હવે એ સવાલનો જવાબ સામે આવ્યો છે જે રાજકારણમાં રસ ધરાવતા લોકોના મનમાં મૂંઝવણ ઉભો કરી રહ્યો હતો. મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કાર્યકરો અને રાજકીય પંડીતોને ચોંકાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા મોહન યાદવને રાજ્યના સીએમ બનાવવામાં આવ્યા છે. મોહન યાદવને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. તેઓ રાજ્યના મોટા ઓબીસી નેતા છે. યાદવ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના પણ નજીકના માનવામાં આવે છે. ચાલો જોઈએ એમપીના નવા સીએમ મોહન યાદવની પ્રોફાઇલ...

Advertisement

સંઘની નજીક

Advertisement

58 વર્ષીય મોહન યાદવ શિવરાજ સિંહ ચૌહાણ કેબિનેટમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી હતા. યાદવે પોતાની રાજકીય કારકિર્દી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)થી શરૂ કરી હતી. મોહન યાદવ આરએસએસની ખૂબ નજીકના માનવામાં આવે છે. યાદવે વર્ષ 1984માં એબીવીપી ઉજ્જૈનના શહેર મંત્રીની જવાબદારી સંભાળી હતી. તેમણે 1993 અને 1995 વચ્ચે આરએસએસ ઉજ્જૈન શહેરના બ્લોક કાર્યવાહનું પદ સંભાળ્યું હતું. તેઓ રાજ્યના સૌથી મોટા યાદવ ચહેરાઓમાંથી એક છે.

મોટો obc ચહેરો

મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. એમપીના નવા સીએમ મોહન યાદવ ઓબીસી સમુદાયમાંથી આવે છે. રાજ્યમાં કુલ OBC વસ્તી લગભગ પચાસ ટકા છે. આવી સ્થિતિમાં ભાજપે યાદવને સીએમ બનાવીને મોટો દાવ લગાવ્યો છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભગવા પાર્ટીને આનો ફાયદો મળી શકે છે.

ABVP, RSS અને BJPમાં કર્યું કામ

મોહન યાદવને ત્રણેય જગ્યાએ કામ કરવાનો લાંબો અનુભવ છે - ABVP, RSS અને BJP. વર્ષ 2013માં મોહન યાદવ પહેલીવાર ઉજ્જૈન દક્ષિણ સીટથી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2018માં તેઓ ધારાસભ્ય બન્યા અને આ ચૂંટણી (2023)માં પણ. તેણે આ સીટ પરથી હેટ્રિક ફટકારી છે. દિલ્હીથી પહોંચેલા ભાજપના ત્રણ નિરીક્ષકો - મનોહર લાલ ખટ્ટર, કે લક્ષ્મણ, આશા લાકરાએ ધારાસભ્યોની પાર્ટી સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મોહન યાદવને સર્વસંમતિથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે રાજેન્દ્ર શુક્લા, જગદીશ દેવડાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. ભાજપે નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભાના સ્પીકર બનાવ્યા છે.

આ પણ વાંચો----મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની જાહેરાત

Tags :
Advertisement

.

×