અમારો ઉદ્દેશ્ય ભાજપનો સફાયો કરવાનો છે, મમતા સાથેની મુલાકાત બાદ બોલ્યા નીતીશ
બિહારના સીએમ નીતિશ કુમાર સોમવારે ભાજપ વિરુદ્ધ વિપક્ષને એક કરવા માટે બંગાળ પહોંચ્યા હતા.અહીં તેઓ સીએમ મમતા બેનર્જીને મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ઘણી મહત્વપૂર્ણ બાબતો પર વાતચીત થઈ. બંને મુખ્યમંત્રીઓએ આ માહિતી આપી.
ભાજપને દેશના વિકાસમાં રસ નથીઃ નીતીશ કુમાર
મમતા બેનર્જી સાથેની મુલાકાત બાદ બિહારના સીએમએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે તમામ પાર્ટીઓએ સાથે આવીને લોકસભા ચૂંટણીની તૈયારી કરવી જોઈએ. દેશના વિકાસ વિશે વિચારવા માટે વિરોધ પક્ષોએ એક મંચ પર આવવું પડશે. ભાજપને દેશના વિકાસમાં રસ નથી. ભાજપના નેતાઓને માત્ર પોતાની પ્રસિદ્ધિની ચિંતા છે. બંગાળમાં મમતા બેનર્જી સાથેની મુલાકાત અંગે તેમણે કહ્યું કે આ બેઠક ખૂબ જ સકારાત્મક રહી.
બિહારમાં એકતાનો સંદેશ આપવા માટે સૌથી પહેલા એક બેઠક કરવી જોઈએઃ મમતા બેનર્જી
બીજી તરફ બંગાળના મુખ્યમંત્રીએ આ બેઠક પછી કહ્યું, "જેપી આંદોલન બિહારથી શરૂ થયું હતું, તેથી આપણે બિહારમાં એકતાનો સંદેશ આપવા માટે સૌથી પહેલા એક બેઠક કરવી જોઈએ. મેં આ સંદર્ભમાં નીતિશજીને વિનંતી પણ કરી છે".
અમે સામૂહિક પ્રયાસ ઈચ્છીએ છીએઃ નીતીશ કુમાર
તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય ભાજપનો સફાયો કરવાનો છે. મીડિયા, નકલી નિવેદનો અને ગુંડાગીરીનો ઉપયોગ કરીને ભાજપ હીરો બની ગયો છે. વિપક્ષી પાર્ટીઓની એકતા પર મમતાએ કહ્યું કે અહંકારનો સવાલ જ નથી. અમે સામૂહિક પ્રયાસ ઈચ્છીએ છીએ.ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષને એક કરવાની કવાયત ચાલી રહી છે. ક્યારેક શરદ પવાર, ક્યારેક તેલંગાણાના સીએમ કેસીઆર તો ક્યારેક તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન આ માટે પહેલ કરતા જોવા મળે છે. આ ક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ આગેવાની લીધી છે.નીતીશકુમારે એક જ દિવસમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ તેમજ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને મળીને રાજકીય ગલિયારામાં હલચલ મચાવી દીધી છે. આ રાજકીય બેઠકો દ્વારા નીતીશ કુમાર ભાજપ વિરુદ્ધ મોરચો બાંધતા જોવા મળી રહ્યા છે.
દિલ્હીમાં બેઠેલા લોકોને કામની નહીં,પ્રચારની ચિંતાઃનીતીશ કુમાર
ભૂતકાળમાં સીએમ નીતિશે કહ્યું હતું કે 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ આખા દેશનો પ્રવાસ કરશે. જેમાં વિપક્ષી એકતા પર ભાર મુકવામાં આવશે. આ અંગે દિલ્હીમાં તમામ લોકો સાથે વાતચીત પણ થઈ છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ સહમત છે. નીતીશે કહ્યું હતું કે, 'સાત મહિનાથી મંત્રણા અટકી હતી, પરંતુ જ્યારે દિલ્હીમાં મંત્રણા બોલાવવામાં આવી ત્યારે બધા સાથે બધી વાતચીત થઇ' ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં બેઠેલા લોકોને કામની નહીં,પ્રચારની ચિંતા છે. ઈતિહાસ બદલવાનો પ્રયાસ કરે છે.


