Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

માતા-પિતાએ બાળકને જોખમમાં મુકી કરી આરામની સવારી, જુઓ Video

માતા-પિતા (Parents) પોતાના બાળકો (Children) નું હંમેશા ધ્યાન રાખતા હોય છે. બાળક જો વાહન (Vehicle) ચલાવતું હોય અને તે  પણ ગમે તેટલું સારી રીતે ચલાવતું હોય તો પણ માતા-પિતા (Parents) કેટલીય વખત ટોકતા હોય છે. પણ તાજેતરમાં એક વીડિયો સોશિયલ...
માતા પિતાએ બાળકને જોખમમાં મુકી કરી આરામની સવારી  જુઓ video
Advertisement

માતા-પિતા (Parents) પોતાના બાળકો (Children) નું હંમેશા ધ્યાન રાખતા હોય છે. બાળક જો વાહન (Vehicle) ચલાવતું હોય અને તે  પણ ગમે તેટલું સારી રીતે ચલાવતું હોય તો પણ માતા-પિતા (Parents) કેટલીય વખત ટોકતા હોય છે. પણ તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થઇ રહ્યો છે જેમા માતા-પિતા જ તેમના બાળકને જોખમમાં મુકી રહ્યા છે. સ્કૂટર ચલાવતા એક કપલ (Couple) નો એક વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે જેમા તેમનો નાનો દિકરો તેમની બાજુમાં ફૂટરેસ્ટ (Foot Rest) પર ઊભેલો જોવા મળે છે. દરમિયાન માતાએ તેને પકડી રાખ્યો છે.

માતા-પિતાએ મુક્યો બાળકનો જીવ જોખમમાં

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો બેંગલુરુંનો છે. જેમાં એક કપલ સ્કૂટર પર ક્યાંક જઈ રહ્યું છે. પરંતુ આ દરમિયાન તેણે એક એવું કામ કર્યું જેનાથી તેના બાળકનો જીવ જોખમમાં મુકાયો હોય તેવું લાગી રહ્યું હતું. વાસ્તવમાં, તેણે તેના બાળકને સીટ પર બેસાડવાના બદલે તેને લેડી ફૂટરેસ્ટ પર ઉભો કરી દીધો છે. આ બેદરકારી તેમના બાળકનો જીવ લઈ શકે છે કારણ કે જો સંતુલન ખોરવાય છે અથવા લેડી ફૂટરેસ્ટ તૂટી જાય છે તો બાળક સાથે કોઈપણ અકસ્માત થઈ શકે છે. જોકે, વીડિયોમાં આવું કંઈ જોવા મળ્યું નથી. પરંતુ તેમ છતાં દરેક વ્યક્તિએ આવી બેદરકારીથી દૂર રહેવું જોઈએ. પોસ્ટમાં શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસને ટેગ કરવામાં આવ્યા છે અને કાર્યવાહી માટે વિનંતી કરવામાં આવી છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “માતા-પિતા કેટલા મૂર્ખ હોઈ શકે? આ વીડિયો ગ્રેફાઇટ ઇન્ડિયા, વ્હાઇટફિલ્ડ બેંગલુરુ ખાતે કેપ્ચર કરવામાં આવ્યો હતો. શું આ વાલીઓ સામે કોઈ પગલાં લેવાશે?

Advertisement

Advertisement

વીડિયો જોઇ લોકો થયા ગુસ્સે

વીડિયો જોયા બાદ લોકોનું કહેવું છે કે માતા-પિતા આ રીતે બાળકનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. સોશિયલ મીડિયા પર લગભગ 10 લાખ લોકોએ આ વીડિયો જોયો છે અને તેના પર લોકોની ટિપ્પણીઓ આવી રહી છે. એકે લખ્યું કે ભારતમાં આવા લોકોની કોઈ કમી નથી. દોષ શોધવાને બદલે, આ પરિવારે સ્કૂટર પર કેવી રીતે સંતુલન જાળવી રાખ્યું છે તે જોવાનું વધુ સારું છે. એકે લખ્યું કે તે પહેલેથી જ સ્ટંટ શીખી રહ્યો છે, ભવિષ્યમાં તે મોતના કૂવામાં પણ ઉતરશે. એકે લખ્યું, આજના માતા-પિતાને શું થઈ ગયું છે? તમે આટલા બેદરકાર કેવી રીતે બની શકો?

આ પણ વાંચો - Delhi: ભાઈ બન્યો બહેનનો હત્યારો, પૂછપરછમાં સામે આવ્યું ચોંકાવનારૂ કારણ

આ પણ વાંચો - બાબા રામદેવને SC એ આપ્યો ઝટકો, જનતાની માંગવી પડશે માફી

Tags :
Advertisement

.

×