PM Modi in Lok sabha: પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર સાધ્યું નિશાન
PM Modi in Lok sabha: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં ભાષણ આપતા કહ્યું કે, લોકતંત્રની ગરિમા વધી છે અને નવી સંસદમાં અત્યારે નવી પરંપરાઓ શરૂ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે રાષ્ટ્રપતિ સંસદની આ નવી ઇમારતમાં અમને સંબોધવા આવ્યા અને જે ગર્વ અને સન્માન સાથે સેંગોલ અને સમગ્ર શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું, ‘અમે બધા તેમની પાછળ ગયા. જ્યારે નવા ગૃહમાં આ નવી પરંપરા ભારતની આઝાદીની પવિત્ર ક્ષણના પ્રતિબિંબની સાક્ષી બને છે, ત્યારે લોકશાહીનું ગૌરવ અનેકગણું વધી જાય છે.’
પ્રધાનમંત્રીએ ભાષણમાં વિપક્ષ પર પ્રહાર કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘હું વિપક્ષના સંકલ્પોની સરાહના કરું છું.તેમના ભાષણની દરેક વાતે મારો અને દેશનો વિશ્વાસ એકદમ પાક્કો થઈ ગયો છે જેમણે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ કર્યો છે. તમે લોકો જે રીતે અત્યારે મહેનત કરી રહ્યા છો, મારો પૂરો વિશ્વાસ છે કે, જનતા જનાર્દન તમારે આશિર્વાદ આપશે અને અત્યારે તમે જે સ્થાને છો તેનાથી પણ વધારે ઉપર લઈ જશે.આગામી ચૂંટણીમાં ઓડિયન્સ ગેલેરીમાં જોવા મળશે.’
દેશને અત્યારે મજબૂત વિપક્ષની જરૂર છે: પ્રધાનમંત્રી
આ સાથે વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ વિપક્ષ કરીતે પોતાના જવાબદારી નિભાવવામાં નાકામ થયા છે. મે હંમેશા કહ્યું છે કે, દેશને અત્યારે મજબૂત વિપક્ષની જરૂર છે.’ વધુમાં કહ્યું કે, મે જોયું છે કે તમારા લોકોમાં ઘણા એવા લોકો છે જે અત્યારે લડવાની હિંમત પણ ખોઈ બેઠા છે. મે એવું પણ સાંભળ્યું છે કે, ઘણા લોકો પોતાની સીટ બદલવાનો વિચાર પણ કરી રહ્યાં છે. ઘણાં લોકો લોકસભાને બદલે રાજ્યસભામાં જવા માંગે છે.
ક્યાં સુધી ટુકડે ટુકડે વિચારતા રહેશો?: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ ભાષણમાં આગળ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં નારી શક્તિ, યુવા શક્તિ, ગરીબી અને આપણાં ખેડૂતો અને માછીમારોની વાત કરી છે. શું જ્યારે યુવાનોની વાત થાય છે ત્યારે દરેક વર્ગના યુવાનોની વાત નથી થતી? શુ જ્યારે મહિલાઓની વાત થાય છે ત્યારે દરેક મહિલાઓ તેમાં નથી આવતી? ક્યાં સુધી ટુકડે ટુકડે વિચારતા રહેશો? ક્યાં સુધી આપણે સમાજને વિભાજિત કરવાનું ચાલુ રાખીશું?’
#WATCH | On his government’s action against corruption, PM Modi says, "The country is shocked seeing the stackes of cash being recovered…" pic.twitter.com/wEDQUt8sAV
— ANI (@ANI) February 5, 2024
કોંગ્રેસે ક્યારે દેશના સામર્થ્ય પર વિશ્વાસ નથી કર્યો: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસે ક્યારે દેશના સામર્થ્ય પર વિશ્વાસ નથી કર્યો. તેઓ પોતાને રાજા અને દેશના લોકોને કમજોર સમજતા રહ્યા છે. કોંગ્રેસનો વિશ્વાસ માત્રને માત્ર પરિવારવાદ પર રહ્યો છે. એક પરિવાર સિવાય ના તો કોઈનું વિચારે છે કે, ના કઈ દેખાય છે. થોડા દિવસો પહેલા, ભાનુમતીના વંશે હાથ મિલાવ્યા હતા, પરંતુ પછી તેઓએ એકલા ચલો રે કરવાનું શરૂ કર્યું… ગઠબંધનની ગોઠવણી જ બગડી ગઈ.’
#WATCH | PM Narendra Modi says, "Congress' mindset is that it has never trusted the capability of the country. It considered itself rulers and the public as someone lesser, someone smaller..."
He reads out a statement of the then PM Jawaharlal Nehru, "...It means that Nehru ji… pic.twitter.com/69D6kTgmLO
— ANI (@ANI) February 5, 2024
મોંઘવારી માટે કોંગ્રેસ સરકાર જવાબદાર: પીએમ મોદી
મોઘવારી માટે પ્રધાનમંત્રીએ પૂર્વની કોંગ્રેસ સરકાર પર આરોપ નાખતા કહ્યું કે, ‘આપણા દેશમાં મોંઘવારી પરના બે ગીતો સુપરહિટ થયા – ‘મેહંગાઈ માર ગયી’ અને ‘મેહંગાઈ દયાન ખાયે જાત હૈ’. આ બંને ગીતો કોંગ્રેસના શાસનમાં આવ્યા હતા. યુપીએના કાર્યકાળમાં મોંઘવારી બે આંકડામાં હતી, આ વાતને નકારી શકાય તેમ નથી. તેના પર તેમની સરકારની શું દલીલ હતી? અસંવેદનશીલતા. કહેવામાં આવ્યું કે તમે મોંઘો આઈસ્ક્રીમ ખાઈ શકો છો તો મોંઘવારી પર કેમ રડો છો?’