Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Narendra Modi: ‘પાડોશી પહેલા’ ની નીતિ અંતર્ગત વડાપ્રધાન મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે

PM Narendra Modi: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેથી રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર પણ કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિયમોનુસાર પ્રચાર કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો...
pm narendra modi  ‘પાડોશી પહેલા’ ની નીતિ અંતર્ગત વડાપ્રધાન મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે
Advertisement

PM Narendra Modi: લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેથી રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર પણ કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નિયમોનુસાર પ્રચાર કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદી વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યાં છે. અત્યારે મળતી વિગતો પ્રમાણે વડાપ્રધાન મોદી (PM Narendra Modi) બે દિવસીય ભૂટાનના પ્રવાસે ગયા જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 22 માર્ચ સુધી ભૂટાનની બે દિવસીય સરકારી મુલાકાતે જશે. ઉલ્લેખનીય છે કે, આ મહિતી મંગળવારે અધિકારીઓએ આપી હતી. ભારત સરકારની 'પાડોશી પહેલા'ની નીતિ પર ભાર મૂકતા વડાપ્રધાન મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પીએમ મોદી 21 થી 22 માર્ચ સુધી ભૂટાનના પ્રવાસે

વધુ વિગતે વાત કરીએ તો વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ભારત અને ભૂટાન 'એક અનોખી અને સ્થાયી ભાગીદારી ધરાવે છે, જેનું મૂળ પરસ્પર વિશ્વાસ, સમજણ અને સદ્ભાવનામાં છે.' નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી 21થી 22 માર્ચથી ભૂટાનની રાજ્ય મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, "વડાપ્રધાન મોડાની આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરા અને 'પાડોશી પહેલા' નીતિ પર સરકારના ભારને અનુરૂપ છે."

Advertisement

https://www.gujaratfirst.com/loksabha-election-2024/

PM Narendra Modi

Advertisement

ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે સાથે પણ મુલાકાત કરશે

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે વડાપ્રધાન મોદી (PM Narendra Modi) તેમની આ મુલાકાત દરમિયાન ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને તેમના પિતા જીગ્મે સિંગે વાંગચુક (ભૂતાનના ભૂતપૂર્વ રાજા)ને મળવાના છે. આ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે સાથે પણ મુલાકાત કરવાના છે. નિવેદન અનુસાર, આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરવાની તક પૂરી પાડશે અને બંને દેશોના લોકોને લાભ પહોંચાડવા માટે અમારી ભાગીદારીને આગળ વધારવા અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે.

આ પણ વાંચો: Lok sabha Election : પત્રકારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જાણો કોને મળ્યો પોસ્ટલ બેલેટથી વોટ કરવાનો અધિકાર…
આ પણ વાંચો: BJP ના સાંસદ રવિશંકર પ્રસાદે ‘શક્તિ’ નિવેદન પર રાહુલ ગાંધીને લીધા આડેહાથ, કહ્યું- તેઓ ચૂંટણીલક્ષી હિન્દુ છે…
આ પણ વાંચો: Lok Sabha Election 2024 : ભૂતપૂર્વ IFS અધિકારી તરણજીત સિંહ સંધુ ભાજપમાં જોડાયા, આ બેઠક પરથી લડશે ચૂંટણી…!
Tags :
Advertisement

.

×