Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશ જે લક્ષ્ય લઈને આગળ વધી રહ્યો છે તેમાં શિક્ષણની મહત્વની ભૂમિકા છે : PM Modi

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (National Education Policy 2020) ની ત્રીજી વર્ષગાંઠના અવસરે આજે 29મી જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શિક્ષણ કોન્ફરન્સનું ઉદ્ધાટન કર્યું. પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં લાગૂ થઈ, બીજી 1986માં આવી હતી. જેને 1992 માં...
દેશ જે લક્ષ્ય લઈને આગળ વધી રહ્યો છે તેમાં શિક્ષણની મહત્વની ભૂમિકા છે   pm modi
Advertisement

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (National Education Policy 2020) ની ત્રીજી વર્ષગાંઠના અવસરે આજે 29મી જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શિક્ષણ કોન્ફરન્સનું ઉદ્ધાટન કર્યું. પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં લાગૂ થઈ, બીજી 1986માં આવી હતી. જેને 1992 માં સંશોધિત કરવામાં આવી હતી. પહેલી નેશનલ એજ્યૂકેશન પોલીસી ((National Education Policy) કોંગ્રેસના શાસન દરમિયાન લાગૂ થઈ હતી. કાર્યક્રમ 29 જુલાઈથી શરૂ થઈને 30 જુલાઈ સુધી ચાલશે. કાર્યક્રમનું આયોજન ભારતીય મંડપમ્ માં કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ પીએમ શ્રી યોજના હેઠળ બજેટની પહેલો હપ્તો જાહેર કર્યો વડાપ્રધાને આ તકે 12 ભારતીય ભાષાઓમાં અનુવાદન કરેલી શિક્ષણ અને કૌશલ પાઠ્ય પુસ્તકોને જાહેર કરશે.

આ મહત્વનો અવસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પોતાના સંબોધનમાં જણાવ્યું કે, શિક્ષણ જ છે જે દેશનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે. દેશ જે લક્ષ્ય લઈને આગળ વધી રહ્યો છે તેમાં શિક્ષણની ભૂમિકા મહત્વની છે. તમે તેના પ્રતિનિધિ છે. અખિલ ભારતીય શિક્ષા સમાગમનો ભાગ બનવું મારા માટે પણ એક મહત્વનો અવસર છે.

Advertisement

શિક્ષણ વ્યવસ્થાનું મહત્વ

તેમણે કહ્યું, શિક્ષણ જ છે. જેમાં દેશને સફળ બનાવવાની અને સૌથી વધારે શક્તિશાળી બનાવવાની તાકત છે. આજે 21મી સદીનું ભારત, જે લક્ષ્યોને લઈને દેશ આગળ વધી રહ્યો છે તેમાં આપણી શિક્ષણ વ્યવસ્થાનું ખુબ મહત્વ છે. અખિલ ભારતીય શિક્ષણ સમાગમનો ભાગ બનવું મારા માટે ખુબ મહત્વપૂર્ણ તક છે. શિક્ષણ માટે સંવાદ જરૂરી છે. મને ખુશી છે કે આ કાર્યક્રમ દ્વારા આપણે વિચાર વિમર્શની આપણી પરંપરાને આગળ વધારી રહ્યાં છીએ. અખિલ ભારતીય શિક્ષણ સમ્મેલનની આ યાત્રામાં એક સંદેશ છૂપાયેલો છે. આ સંદેશ છે પ્રાચીનતા અને આધુનિકતાના સંગમનો. આપણે પ્રાચીન શિક્ષણ અને આધુનિક ટેક્નોલોજી બંનેમાં ઝડપથી આગળ વધી રહ્યાં છીએ.

Advertisement

માતૃભાષામાં શિક્ષણ

તેમણે જણાવ્યું કે, NEP માં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ અને ઇનોવેશનને પ્રાથમિકતા આપવામાં આવી છે. 3 થી 8 વર્ષના બાળકો માટેનું ફ્રેમવર્ક તૈયાર થઈ ચુક્યું છે જેને જલ્દી જ લાગૂ કરવામાં આવશે. સમગ્ર દેશમાં CBSE શાળાઓમાં પાઠ્યપુસ્તક એક સરખા હશે. હવે પુસ્તકો 22 ભારતીય ભાષાઓમાં હશે. યુવાઓની પ્રતિભાને તેની ભાષાના આધાર પર જોવું એ એક મોટો ગુનો છે. માતૃભાષામાં ભણતર મળવાથી ગ્રામ્ય ક્ષેત્રના પ્રતિભાવંત યુવાનોને ફાયદો થશે. સોશિયસ સાઈન્સથી લઈને એન્જીનિયરિંગ સુધીનો અભ્યાસ હવે ભારતીય ભાષાઓમાં જ થશે. યુવાનો પાસે ભાષાનો આત્મવિશ્વાસ હશે, તો તેની પ્રતિભા નિખરીને સામે આવશે. તેનાથી દેશને પણ ફાયદો થશે. ભાષાના નામે રાજનીતિ કરનારાઓની દુકાન બંધ થઈ જશે.

Indian Education Conference inaugurated by PM Modi

આવનારા 25 વર્ષ મહત્વના

આવનારા 25 વર્ષ આપણા માટે ખુબ મહત્વના છે. આ વર્ષોમાં આપણે ઉર્જાથી ભરેલી યુવા પેઢી તૈયાર કરવાની છે. એક એવી પેઢી તૈયાર કરવાની છે. જે દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરે. ગુણવત્તાપૂર્ણ શિક્ષણના અનેક પેરામીટર છે પણ જ્યારે આપણે ભારતની વાત કરીએ તો દેશના દરેક યુવાનોને સમાન શિક્ષણ મળે. તે NEP માં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

બાળકોને ખુલવાની તક આપવી

અનેક ગ્લોબલ યૂનિવર્સિટી ભારતમાં પોતાના કેમ્પસ ખોલી રહી છે. ઓસ્ટ્રેલિયાની બે યૂનિવર્સિટીનું કેમ્પસ ગુજરાતમાં ખુલવાનું છે. વડાપ્રધાને કહ્યું કે, માતા-પિતાએ પોતાના બાળકોને ખુલ્લી તકો આપવી જોઈએ, જેનાથી તે કંઈક નવું કરી શકે. આપણે બાળકોને પુસ્તકોના પ્રેશરથી મુક્ત કરવો પડશે.

તંદુરસ્ત શિક્ષણ વ્યવસ્થા તૈયાર કરવી પડશે

આપણી શાળાઓમાં પર્યાવરણ પરિવર્તન જેવા મુદ્દાઓને પરિચિત કરાવવા પડશે. આપણે શિક્ષણ વ્યવસ્થાને એવી રીતે તૈયાર કરવો પડશે કે યુવાનો દરેક ક્ષેત્રમાં આગળ વધે. ભારતની પરંપરાઓમાં પણ દુનિયાનો રસ વધી રહ્યો છે. યોગ, કળા, સંગીત, સાહિત્ય અને સંસ્કૃત ક્ષેત્રમાં ભવિષ્યમાં અપાર સંભાવનાઓ છે. આપણે યુવા પેઢીને તેનાથી પરિચિત કરાવવી પડે. તેનાથી નવા ભારતનું નિર્માણ થશે. જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે તો આપણો દેશ વિકસિત થઈને રહેશે જે આજે શાળાઓમાં તૈયાર થઈ રહ્યાં છે. તેઓ કાલે દેશને તૈયાર કરશે.

Indian Education Conference inaugurated by PM Modi

શું છે NEP 2020?

વડાપ્રધાનના વિઝનથી પ્રેરાઈને યુવાનોને તૈયાર કરવા અને તેમને અમૃતકાળમાં દેશનું નેતૃત્વ આપવામાં સક્ષમ કરવાના ઉદ્દેશ્યથી NEP 2020 નો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેને હેતુ પણ ભવિષ્યના પડકારનો સામનો કરવા માટે યુવાનોને તૈયાર કરવાનો છે તથા તેમને પાયાગત માનવીય મૂલ્યો સાથે જોડેલા રાખવાનો છે. પોતાના અમલીકરણના ત્રણ વર્ષો દરમિયાન આ નીતિ શાળા, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યાં છે.

શું છે કાર્યક્રમ?

તા. 29 અને 30 જુલાઈના રોજ આયોજીત થનારા આ બે દિવસિય કાર્યક્રમમાં શિક્ષણવિદો, તજજ્ઞ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ, શિક્ષકો અને શાળા, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય સંસ્થાનોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોને NEP 2020 ને લાગૂ કરવાના સંબંધિત પોતાની અંતર્દષ્ટિ સફળતાની ગાથાઓ તથા સર્વોત્તમ રીત-રિવાજોને વહેચવા તથા તેમને વધુ આગળ લઈ જવાના ક્રમમાં રણનીતિ તૈયાર કરવા માટે એક મંચ પુરુ પાડશે.

શું છે વિષય?

અખિલ ભારતીય શિક્ષણ સમાગમમાં 16 સત્રો થશે જેમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને શાસન સુધી પહોંચ, ન્યાયસંગત અને સમાવેશી શિક્ષણ, સામાજીક-આર્થિકરૂપથી વંચિત સમુહોના મુદ્દે, રાષ્ટ્રીય સંસ્થાન રેન્કિંગ ફ્રેમવર્ક, ભારતીય જ્ઞાન પ્રણાલી, શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ સહિતના વિષયો પર ચર્ચા થશે.

આ પણ વાંચો : દેશના ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×