Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીની હવામાં ભળ્યું ઝેર!, ડોક્ટરોએ આપી મોર્નિંગ વોક પર ન જવાની સલાહ

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક છે.ત્યારે શિયાળાની શરુઆતની સાથે જ હવામાન વિભાગે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને પહેલાથી જ ચેતવણી જાહેર કરી હતી કે દશેરા પછી દિલ્હીમાં પ્રદૂષણ વધતુ જોવા મળી શકે છે.દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવા હવે ઝેરી બની રહી...
દિલ્હીની હવામાં ભળ્યું ઝેર   ડોક્ટરોએ આપી મોર્નિંગ વોક પર ન જવાની સલાહ
Advertisement

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક છે.ત્યારે શિયાળાની શરુઆતની સાથે જ હવામાન વિભાગે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને પહેલાથી જ ચેતવણી જાહેર કરી હતી કે દશેરા પછી દિલ્હીમાં પ્રદૂષણ વધતુ જોવા મળી શકે છે.દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવા હવે ઝેરી બની રહી છે.

ઘણી જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ PM 2.5 બુધવારે 190 નોંધાયો હતો.જો ગુરુવારની સવારની વાત કરીએ તો તે 200નો આંકડો પાર કરી ગયો છે.જો આપણે સમગ્ર દિલ્હીની વાત કરીએ તો તે ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે ગુરુવારે AQI 256 નોંધવામાં આવ્યો હતો.સૌથી વધુ પ્રદૂષણ દિલ્હી યુનિવર્સિટીમાં 316 નોંધાયું હતું જે ખૂબ જ ખરાબ સ્તરે છે.સૌથી ઓછું મથુરા રોડ પર કરવામાં આવ્યું છે.અહીં 169 નોંધાયા છે.વધી રહેલા વાયુ પ્રદૂષણને જોતા ડોક્ટરોએ શ્વાસ અને હૃદયના દર્દીઓને મોર્નિંગ વોક માટે બહાર ન નીકળવાની સલાહ આપી છે.

Advertisement

દેશમાં હવે શિયાળાની શરુઆત થઈ રહી છે.ત્યારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવાર-સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.સવારના સમયે મોટાભાગના વિસ્તારો ગાઢ ધુમ્મસમાં ઘેરાયેલા જોવા મળે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસ સુધી હવામાનની આ જ સ્થિતિ રહેશે.જો કે,શનિવારથી દિલ્હી NCR પર હળવા વાદળો છવાયેલા રહેવાની શક્યતા છે.હાલમાં પાટનગરમાં વરસાદની કોઈ શક્યતા નથી.

Advertisement

દિલ્હી ઉપરાંત,હાલમાં મધ્ય અને ઉત્તરીય રાજ્યોમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે,જોકે ચક્રવાત હેમોનને કારણે,ઉત્તર પૂર્વમાં ભારે વરસાદ અને તોફાન થવાની સંભાવના છે.નાગાલેન્ડ,મિઝોરમ,મણિપુર,ત્રિપુરા,અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.ચક્રવાતની અસરને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને ઓડિશા,પશ્ચિમ બંગાળ,બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાઈ વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે.

સ્કાય મેટ વેધરના અહેવાલ મુજબ,આગામી 24 કલાકમાં પશ્ચિમ બંગાળ,તટીય ઓડિશા,તટીય આંધ્રપ્રદેશ,આંદામાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવના છે.જોકે,ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.

TOI અનુસાર, પ્રતિબંધ હોવા છતાં,કેટલાક સ્થળોએ ફટાકડા ફોડવામાં આવ્યા હતા,પરંતુ બુધવારે પવનની ગતિમાં વધારો થવાને કારણે,હવાની ગુણવત્તા ‘ખૂબ નબળી’ શ્રેણીમાં પહોંચી ન હતી.તમને જણાવી દઈએ કે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ 1 ઓક્ટોબરથી 1 જાન્યુઆરી 2024 સુધી ગ્રીન ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પણ વાંચો — રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષના ઘરે EDના દરોડા, પેપર લીક મામલે મોટી કાર્યવાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×