Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા વોશિંગ્ટન ડીસી, એરપોર્ટ પર અપાયુ ગાર્ડ ઓફ ઓનર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કથી વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે.. વોશિંગ્ટન ડીસીના એરપોર્ટ પર તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ભારતીયો ઉમટ્યા હતા.. એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.. વડાપ્રધાન મોદી આવતીકાલે વોશિંગ્ટનમાં અનેક કાર્યક્રમોમાં ભાગ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા વોશિંગ્ટન ડીસી  એરપોર્ટ પર અપાયુ ગાર્ડ ઓફ ઓનર
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કથી વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે.. વોશિંગ્ટન ડીસીના એરપોર્ટ પર તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ભારતીયો ઉમટ્યા હતા.. એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.. વડાપ્રધાન મોદી આવતીકાલે વોશિંગ્ટનમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે..

Advertisement

પીએમ મોદીનું 22 જૂને વ્હાઇટ હાઉસમાં ઔપચારિક સ્વાગત કરાશે અને યુએસના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ઉચ્ચ સ્તરીય મંત્રણા માટે મળશે, એવું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.એક અખબારી નિવેદન અનુસાર, યુએસના પ્રેસિડેન્ટ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન 22 જૂનના રોજ વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેટ ડિનર માટે બોલાવશે. આ એક ભવ્ય કાર્યક્રમ હોય છે જેમાં અમેરિકન નેતાઓ અને જાણતી હસ્તીઓ હાજરી આપે છે.

Advertisement

અમેરિકા પ્રવાસના છેલ્લા દિવસ, 23 જૂને વડાપ્રધાન મોદી યુએસના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે એક ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×