Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"MODIનો મંત્રીઓને આદેશ......તમે..."

Ministers : મોદી સરકાર 3.0 ની શરુઆત સાથે, નવી સરકારે કામ શરૂ કરી દીધું છે. કેબિનેટ મંત્રી બનેલા જીતન રામ માંઝીનું કહેવું છે કે આ વખતે પહેલા કરતા વધુ મુશ્કેલ પગલા ભરવા પડશે, PM આગામી પાંચ વર્ષમાં ભારતને વિશ્વની ત્રીજી...
 modiનો મંત્રીઓને આદેશ      તમે
Advertisement

Ministers : મોદી સરકાર 3.0 ની શરુઆત સાથે, નવી સરકારે કામ શરૂ કરી દીધું છે. કેબિનેટ મંત્રી બનેલા જીતન રામ માંઝીનું કહેવું છે કે આ વખતે પહેલા કરતા વધુ મુશ્કેલ પગલા ભરવા પડશે, PM આગામી પાંચ વર્ષમાં ભારતને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થામાં લાવવા માટે મક્કમ છે, આ માટે મંત્રીઓ (ministers)ને કાર્ય આપ્યું છે. મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે અઠવાડિયાના પહેલા ચાર દિવસ દરમિયાન કોઈપણ મંત્રી તેમની ઓફિસ છોડશે નહીં. સમાચાર માધ્યમો સાથે વાત કરતાં માંઝીએ કહ્યું કે, "વડાપ્રધાને અમને ટાસ્ક આપ્યો છે કે તમે ચાર દિવસ - સોમવાર, મંગળ, બુધવાર, મઅને ગુરુવાર સુધી હેડક્વાર્ટર છોડશો નહીં." અમે સરકારી કામમાં લાગેલા રહીશું અને પછી અમારા વિસ્તારમાં જઈશું.

માંઝી સૌથી વૃદ્ધ મંત્રી

તમને જણાવી દઈએ કે 79 વર્ષીય જીતન રામ માંઝી મોદી કેબિનેટમાં સૌથી વૃદ્ધ મંત્રી બની ગયા છે. માંઝીએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ બિહારના 23મા મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે અને હિન્દુસ્તાની અવામ મોરચા (HAM)ના સ્થાપક પ્રમુખ છે. અગાઉ તેઓ નીતિશ કુમારની કેબિનેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 2024ની સામાન્ય ચૂંટણીમાં ગયા બેઠક પરથી જીત્યા છે. અન્ય યુવા મંત્રીઓમાં ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી અને 71 મંત્રીઓએ રવિવારે શપથ લીધા હતા.

Advertisement

જેપી નડ્ડા 5 વર્ષ બાદ કેબિનેટમાં પરત ફર્યા

આ વખતે મોદી સરકાર 3.0માં કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પાંચ વર્ષ બાદ કેબિનેટમાં પાછા ફર્યા છે જ્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પહેલીવાર કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર મોદી કેબિનેટમાં નવો ચહેરો છે. આ સાથે મોદી કેબિનેટમાં 18 વરિષ્ઠ નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ભારતના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ નેતા સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હોય. પહેલા આ રેકોર્ડ જવાહર લાલ નેહરુના નામે હતો, હવે નરેન્દ્ર મોદીના નામે પણ છે.

Advertisement

આ પણ વાંચો----- PM MODI ફરી વડાપ્રધાન બનતાં અમેરિકન ભારતીય નાગરિકોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો---- દુર્લભ…ઐતિહાસિક… Foreign Mediaએ કેમ કહ્યું આવું..?

આ પણ વાંચો---- Modi Government 3.0માં ટોચના ચાર મંત્રી કોણ ?

Tags :
Advertisement

.

×