Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Congress : જમીન કૌભાંડની EDની ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનું નામ હોવાનો દાવો

ચૂંટણી પહેલાં પ્રિયંકા ગાંધીની વધી મુશ્કેલી જમીન કૌભાંડમાં EDની ચાર્જશીટમાં નામઃ સૂત્ર 'દિલ્હી સ્થિત દલાલ મારફતે જમીન ખરીદી' ફરીદાબાદમાં 2005-06માં ખરીદી હતી જમીન 40.8 એકર જમીન કૌભાંડમાં ચાર્જશીટમાં નામ પ્રિયંકાના નામે અમીપુરમાં ખરીદી હતી જમીન ફેબ્રુઆરી 2010માં પરત વેચી હતી...
congress   જમીન કૌભાંડની edની ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીનું નામ હોવાનો દાવો
Advertisement

ચૂંટણી પહેલાં પ્રિયંકા ગાંધીની વધી મુશ્કેલી
જમીન કૌભાંડમાં EDની ચાર્જશીટમાં નામઃ સૂત્ર
'દિલ્હી સ્થિત દલાલ મારફતે જમીન ખરીદી'
ફરીદાબાદમાં 2005-06માં ખરીદી હતી જમીન
40.8 એકર જમીન કૌભાંડમાં ચાર્જશીટમાં નામ
પ્રિયંકાના નામે અમીપુરમાં ખરીદી હતી જમીન
ફેબ્રુઆરી 2010માં પરત વેચી હતી જમીન
એચ.એલ.પાહવા નામના એજન્ટ પર આરોપ
'NRI વેપારી સીસી થમ્પીને પણ જમીન વેચી'
થમ્પીનું નામ ભાગેડુ સંજય ભંડારી સાથે કનેક્શન
મની લોન્ડરિંગ સહિતના કેસમાં ફરાર છે ભંડારી
અગાઉ રોબર્ટ વાડ્રાનું ચાર્જશીટમાં હતું નામ

મની લોન્ડરિંગના મામલામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ પોતાની ચાર્જશીટમાં પહેલીવાર પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો છે. જોકે, તેમનું નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યું નથી. EDની ચાર્જશીટમાં પ્રિયંકાના નામનો ઉલ્લેખ જમીન ખરીદીના આરોપીઓ સાથેના સંબંધના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં પ્રિયંકાની સાથે તેના પતિ રોબર્ટ વાડ્રાના નામનો પણ ઉલ્લેખ છે.

Advertisement

અમીપુરમાં 334 કનાલ (40.08 એકર) જમીનના 3 ટુકડા પણ ખરીદ્યા હતા

Advertisement

EDની ચાર્જશીટ મુજબ, સંજય ભંડારીના કથિત સહયોગી સીસી થમ્પીએ 2005 થી 2008 દરમિયાન હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના અમીપુર ગામમાં 486 એકર જમીન દિલ્હી-એનસીઆરના રિયલ એસ્ટેટ એજન્ટ એચએલ પાહવા દ્વારા ખરીદી હતી. રોબર્ટ વાડ્રાએ 2005-2006 દરમિયાન એચએલ પાહવા પાસેથી અમીપુરમાં 334 કનાલ (40.08 એકર) જમીનના 3 ટુકડા પણ ખરીદ્યા હતા અને તે જ જમીન ડિસેમ્બર 2010માં એચએલ પાહવાને વેચી હતી.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ જમીન ખરીદી હતી

ચાર્જશીટ મુજબ, રોબર્ટ વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) વાડ્રાએ એપ્રિલ 2006માં એચએલ પાહવા પાસેથી અમીપુર ગામમાં 40 કનાલ (5 એકર) ખેતીની જમીન ખરીદી હતી. ફેબ્રુઆરી 2010માં આ જ જમીન એચએલ પાહવાને વેચવામાં આવી હતી. આ સમય દરમિયાન, પાહવાને જમીન સંપાદન માટે રોકડ પણ મળી રહી હતી. EDનો આરોપ છે કે રોબર્ટ વાડ્રાએ પાહવાને વેચાણની સંપૂર્ણ રકમ આપી ન હતી. આ સંદર્ભે તપાસ હજુ ચાલુ છે.

કોંગ્રેસ નેતા આકુળવ્યાકુળ

EDની ચાર્જશીટ મુદ્દે કોંગ્રેસ નેતા આકુળવ્યાકુળ થઇ ગયા છે. કોંગ્રેસ નેતા શિવકુમારે કહ્યું કે અમે જેલ જવાથી ડરતા નથી. ભાજપને એમ છે કે અમે જેલ જવાથી ડરીએ છીએ. અમે દેશના કાયદા જાણીએ છીએ. કોંગ્રેસને ધમકાવવા સંસ્થાઓનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

આ પણ વાંચો-----તો શું I.N.D.I.A. ગઠબંધનમાં BSP સુપ્રીમો માયાવતી થશે સામેલ? પાર્ટી સાંસદે મૂકી આ શરત!

Tags :
Advertisement

.

×