Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi NCR માં વરસાદે તોડ્યો 88 વર્ષનો રેકોર્ડ, જાણો હવામન વિભાગે શું કહ્યું...

Delhi NCR માં પહેલા વરસાદે જ રાજધાનીની હાલત ખરાબ કરી દીધી છે. શુક્રવારે સવારે 5 વાગ્યાથી ભારે વરસાદ પડ્યો હતો જે લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. જેના કારણે દિલ્હી (Delhi)ના રસ્તાઓ તળાવ જેવા દેખાતા હતા. સ્થિતિ એવી હતી કે...
delhi ncr માં વરસાદે તોડ્યો 88 વર્ષનો રેકોર્ડ  જાણો હવામન વિભાગે શું કહ્યું
Advertisement

Delhi NCR માં પહેલા વરસાદે જ રાજધાનીની હાલત ખરાબ કરી દીધી છે. શુક્રવારે સવારે 5 વાગ્યાથી ભારે વરસાદ પડ્યો હતો જે લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. જેના કારણે દિલ્હી (Delhi)ના રસ્તાઓ તળાવ જેવા દેખાતા હતા. સ્થિતિ એવી હતી કે પહેલા જ વરસાદે ડ્રેનેજ સિસ્ટમને ખુલ્લી પાડી દીધી હતી. હવે IMD એ આ અંગે પોતાના આંકડા જાહેર કર્યા છે. IMD એ જણાવ્યું કે, વરસાદે 88 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે.

88 વર્ષ પછી આટલો વરસાદ પડ્યો...

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 228.1 મીમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 વર્ષમાં આ બીજો સૌથી વધુ વરસાદ છે જ્યારે આ વર્ષે જૂનમાં છેલ્લા 88 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તે જ સમયે, દિલ્હી (Delhi)માં 28 જૂન સુધી 234.5 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. આ છેલ્લા 124 વર્ષમાં જૂન મહિનામાં ત્રીજો સૌથી વધુ વરસાદ છે.

Advertisement

Advertisement

બે દિવસ પહેલા જ શરૂ થયું ચોમાસું...

હવામાન વિભાગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, IMD ની સફદરજંગ એરપોર્ટ ઓબ્ઝર્વેટરીએ 1 જૂનથી 28 જૂન વચ્ચે 234.5 મીમી વરસાદ નોંધ્યો હતો, જે છેલ્લા 124 વર્ષમાં ત્રીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ 28 જૂને 1936 ના રોજ 235.5 મીમી વરસાદ નોંધાયો હતો. વધુમાં જણાવ્યું હતું કે રાજધાનીમાં ચોમાસું સામાન્ય કરતા 2 દિવસ વહેલું આવી ગયું છે. ચોમાસું સામાન્ય રીતે દિલ્હી (Delhi)માં 30 જૂને આવે છે.

હજુ 3 દિવસ વરસાદ પડશે...

IMD અનુસાર, આ માત્ર શરૂઆત છે, દિલ્હી (Delhi)માં 30 જૂનથી 2 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે, એટલે કે દિલ્હી (Delhi)ના લોકોને માત્ર એક દિવસ માટે રાહત મળશે. આ સમયગાળા દરમિયાન, પારામાં ઘટાડો થશે, જે 32 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. આ પછી, 3 અને 4 જુલાઈએ પણ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો : Hindu Religion : આ રાજ્યમાં એક સાથે 30 મુસ્લિમોએ અપનાવ્યો હિંદુ ધર્મ, 14 મહિલાઓ સામેલ…

આ પણ વાંચો : Maharashtra Budget : ખેડૂતોનું વીજળી બિલ માફ, મહિલાઓને દર મહિને મળશે 1500 રૂપિયા, અજિત પવારે રજૂ કર્યું બજેટ

આ પણ વાંચો : NEET પર હોબાળા વચ્ચે રાજ્યસભામાં ચક્કર ખાઈ પડ્યા કોંગ્રેસ સાંસદ, હોસ્પિટલ કરાયા દાખલ…

Tags :
Advertisement

.

×