Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RAJASTHAN : શાળામાં શિક્ષિકાએ દારૂના નશામાં મચાવ્યો હોબાળો, પ્રિન્સિપલને કોલર પકડી ધકેલ્યા સ્કૂલની બહાર

RAJASTHAN : શાળાણે સંકસકાર અને શિક્ષાનું મંદિર કહેવામાં આવે છે અને ગુરુની પદવીને તેમાં ઘણી પવિત્ર માનવામાં આવે છે. હવે રાજસ્થાનમાંથી એક એવી ઘટના સામે આવી છે, જે શાળા અને શિક્ષક બંનેને શર્મશાર કરે છે. રાજસ્થાનની આ સરકારી શાળામાં ચોંકાવનારી...
rajasthan   શાળામાં શિક્ષિકાએ દારૂના નશામાં મચાવ્યો હોબાળો  પ્રિન્સિપલને કોલર પકડી ધકેલ્યા સ્કૂલની બહાર
Advertisement

RAJASTHAN : શાળાણે સંકસકાર અને શિક્ષાનું મંદિર કહેવામાં આવે છે અને ગુરુની પદવીને તેમાં ઘણી પવિત્ર માનવામાં આવે છે. હવે રાજસ્થાનમાંથી એક એવી ઘટના સામે આવી છે, જે શાળા અને શિક્ષક બંનેને શર્મશાર કરે છે. રાજસ્થાનની આ સરકારી શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનના અલવરની નંગલા જોગી સ્કૂલમાંથી શિક્ષિકાએ દારૂના નશામાં ધમાલ મચાવી હતી. દારૂના નશામાં શિક્ષિકાએ અન્ય શિક્ષકો સાથે ગેરવર્તન કર્યું હતું. વધુમાં શિક્ષિકાનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

RAJASTHAN ની સરકારી શાળા નંગલા જોગી સ્કૂલમાંથી કિસ્સો આવ્યો સામે

Advertisement

રાજસ્થાનના અલવરના સરકારી શાળા નંગલા જોગી સ્કૂલમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. આ શાળાની એક શિક્ષિકાએ દારૂના નશામાં શાળામાં ભારે બબાલ કરી હતી. જેનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા શિક્ષિકા એટલા નશામાં હતી કે તેને શાળાના પ્રિન્સિપલને પણ ધક્કો મારીને શાળાની બહાર કર્યા હતા. વધુમાં વિડીયોમાં તે શિક્ષકના સામે જાતિવાચક શબ્દો પણ ઉચ્ચારતી દેખાઈ રહી છે. વધુમાં આ શિક્ષિકાએ ગામના સરપંચને પણ છોડ્યા ન હતા. મહિલાએ ગામના સરપંચને પણ ખૂબ ફટકાર લગાવી છે.

Advertisement

સરકાર મારા ખિસ્સામાં છે - શિક્ષિકા

શાળામાં ચાલી રહેલા આ હોબાળા વિશેની જાણ જ્યારે સરપંચને થઈ હતી ત્યારે સરપંચ પણ મામલો ઠારે પાડવા માટે શાળામાં પહોંચ્યા હતા. પણ અહી તો આ શિક્ષિકાએ સરપંચને પણ છોડ્યા ન હતા. શિક્ષિકાએ સરપંચને કહ્યું કે - મને આદેશ આપનાર સરપંચ કોણ છે? સરકાર મારા ખિસ્સામાં છે. હું સીએમ ભજનલાલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને સારી રીતે ઓળખું છું. કોંગ્રેસના લોકો પણ મારા ખિસ્સામાં છે અને મને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. આ શિક્ષિકાને હવે વીડિયો વાયરલ થયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : chhattisgarh Primary School: દેશમાં ભ્રષ્ટાચારીઓએ માસૂમોના હકનો ખોરાક પણ પચાવી પાડ્યો

Tags :
Advertisement

.

×