Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJASTHAN : હડતાલને લઇ આજથી બે દિવસ પેટ્રોલ-ડીઝલની મોકાણ

રાજસ્થાન (RAJASTHAN) પેટ્રોલિયમ ડીલર્સ એસોશિયેશન દ્વારા આજથી બે દિવસ પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે આજથી બે દિવસ માટે રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલની મોકાણ સર્જાશે. 10 માર્ચથી લઇને 12 માર્ચ સુધી હડતાલ (Petrol Pump Strike) જાહેર કરવામાં...
rajasthan   હડતાલને લઇ આજથી બે દિવસ પેટ્રોલ ડીઝલની મોકાણ

રાજસ્થાન (RAJASTHAN) પેટ્રોલિયમ ડીલર્સ એસોશિયેશન દ્વારા આજથી બે દિવસ પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે આજથી બે દિવસ માટે રાજસ્થાનમાં પેટ્રોલ-ડીઝલની મોકાણ સર્જાશે. 10 માર્ચથી લઇને 12 માર્ચ સુધી હડતાલ (Petrol Pump Strike) જાહેર કરવામાં આવી છે.

Advertisement

હડતાલ 12 માર્ચ સવારે 6 વાગ્યા સુધી જારી રહેશે

પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવા સહિત અન્ય માંગણીઓ પૂર્ણ નહિ તથા આજથી રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોશિયેસન દ્વારા હડતાલનો નિર્ણય લીધો છે. આજથી શરૂ થતી હડતાલમાં બે દિવસમાં કોઇ પણ ડીલર પેટ્રોલ-ડીઝલનું ખરીદ-વેચાણ નહિ કરે. ગતરોજ હડતાલનું એલાન કરવામાં આવતા મોડી રાત સુધી પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે પંપ પર મોટી લાઇનો લાગી હતી. આજે સવારે 6 વાગ્યાથી હડતાલ શરૂ થઇ ગઇ છે, જે 12 માર્ચ સવારે 6 વાગ્યા સુધી જારી રહેનાર છે.

ક્યારે નિર્ણય લેવાયો

તાજેતરમાં રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્લ એસોશિયેશનના કાર્યકારીણી સદસ્યોની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. જેમાં પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડો, ઓઇલ કંપનીઓ દ્વારા ડીલર કમિશનમાં નહિ કરાયેલા વધારો અને લ્યુબ્રિકન્ટ ઓઇલ સહિતની પ્રિમીયમ પ્રોડક્ટના બળજબરી પૂર્વકના વેચાણના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના અધ્યક્ષ, સચિવ અને આરપીડીના કાર્યકારિણી સદસ્યો હાજર રહ્યા હતા.

Advertisement

આવતી કાલે મૌન રેલીનું આયોજન

રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્લ એસોશિયેશ પોતાની માંગોને લઇને 11 માર્ચના રોજ જયપુરમાં મૌન રેલી કાઢશે. અને પોતાનો વિરોધ નોંધાવશે. એસો. દ્વારા હડતાલના એલાન બાદ હવે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Advertisement

આ પણ વાંચો - ARUN GOEL RESIGNS : ચૂંટણી કમિશનરની નિમણૂક પર વિવાદ અને હવે રાજીનામું… શું CEC એકલા લોકસભાની ચૂંટણી કરાવી શકે?

Tags :
Advertisement

.