'મારી મંજૂરી વગર'..! જાણો શરદ પવાર કેમ બગડ્યા..
NCP વડા શરદ પવારે મંગળવારે તેમના ભત્રીજા અને બળવાખોર નેતા અજિત પવારને કડક ચેતવણી આપી હતી. શરદ પવારે આ ચેતવણી અજિત પવારની નવી ઓફિસમાં દેખાઈ રહેલી તસવીરને લઈને આપી છે. અજિત પવારે મંગળવારે NCPના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન...
Advertisement
NCP વડા શરદ પવારે મંગળવારે તેમના ભત્રીજા અને બળવાખોર નેતા અજિત પવારને કડક ચેતવણી આપી હતી. શરદ પવારે આ ચેતવણી અજિત પવારની નવી ઓફિસમાં દેખાઈ રહેલી તસવીરને લઈને આપી છે. અજિત પવારે મંગળવારે NCPના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન જાહેર કરવામાં આવેલા વીડિયોમાં અજિત પવારની પાછળ શરદ પવારની તસવીર જોવા મળી રહી છે.
મારી તસવીરનો ઉપયોગ કરવાની મંજૂરી નથી
શરદ પવારે આ વિશે કહ્યું છે કે જેમણે મારી સાથે છેતરપિંડી કરી છે, તેમને મારી તસવીરનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. ઉલ્લેખનિય છે કે અજિત પવારે મહારાષ્ટ્રમાં બળવો કર્યો હતો અને NDA ગઠબંધનમાં જોડાયા છે તથા શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.
જેમણે વિચારધારા સાથે દગો કર્યો
શરદ પવારે મંગળવારે કહ્યું કે તેમની વિચારધારા સાથે દગો કરનારાઓએ તેમની તસવીરનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે હું જે પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું અને જયંત પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે, તે જ (પાર્ટી) મારા ફોટાનો ઉપયોગ કરી શકે છે. પવારે કહ્યું કે તેમની તસવીર કોણે વાપરવી તે નક્કી કરવાનો તેમનો અધિકાર છે. NCP પ્રમુખે કહ્યું કે જેમણે મારી વિચારધારા સાથે દગો કર્યો છે અને જેમની સાથે મારો વૈચારિક મતભેદ છે તેઓ મારા ફોટોગ્રાફનો ઉપયોગ કરી શકતા નથી.
ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન એક ક્લિપ સામે આવી
NCPના અજિત પવાર જૂથે મંગળવારે નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. જો કે આ દરમિયાન બંગલાની ચાવી ખોવાઈ ગઈ હતી જેના કારણે ગેટ તોડવો પડ્યો હતો. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન એક ક્લિપ સામે આવી છે જેમાં અજિત પવારની પાછળ શરદ પવારનો ફોટો દેખાય છે. આ ક્લિપ પછી જ શરદ પવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેમણે તેમના ભત્રીજાને ચેતવણી આપી હતી.
આરોપ પ્રત્યારોપ યથાવત્
પવારનું નિવેદન તેમના ભત્રીજા અજિત પવાર અને NCPના અન્ય આઠ ધારાસભ્યો મહારાષ્ટ્રમાં શિવસેના-ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારમાં જોડાયાના બે દિવસ બાદ આવ્યું છે. અજિત પવાર જૂથે જયંત પાટીલને NCPના પ્રદેશ અધ્યક્ષ પદેથી પણ હટાવી દીધા છે. પાટીલે અજિત પવાર અને તેમના અન્ય ધારાસભ્યોને ગૃહના સભ્યપદમાંથી ગેરલાયક ઠેરવવા માટે વિધાનસભા અધ્યક્ષને અરજી કરી છે.


