Telangana: સરકારી બાબુ છે કે કાળા નાણાનો કુબેર! જપ્ત કરાઈ 100 કરોડની સંપત્તિ
Telangana: તેલંગણાથી એક મોટા સમાયાર સામે આવ્યા છે. અહીં એક સરકારી અધિકારીના ઘરેથી કરોડોનું ધન ઝડપાયું છે. આ સરકારી બાબુને અધિકારી નહીં પરંતુ કાળાધનનો કુબર કહી શકાય એટલું કાળું નાણું ઝડપાયું છે. ઉલ્લેખનીય છે કે, છાપામારીમાં મળેલ કાળું ધન જોઈ ટીમ પણ હેરાન થઈ ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે તેલંગાનાના એક સરકારી અધિકારીના ઘરે તેલંગાણા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ છાપામારી દરમિયાન 100 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. એસીબીની ટીમે બાલકૃષ્ણ નામના સરકારી અધિકારાની ઘરે રેડ પાડી હતી. આ અધિકારીના ઘરે રેડમાં એટલી રોકડ મળી હતી કે, અધિકારીઓ ગણતા ગણતા થાકી ગયા હતા.
એસીબીએ કુલ 100 કરોડની સંપત્તિ જપ્ત કરી
મળતી વિગતો પ્રમાણે એસીબીના અધિકારીઓએ તેલંગાણાના રાજ્ય રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના સચિવ અને મેટ્રો રેલ યોજના અધિકારી એસ. બાલકૃષ્ણના ઘરે રેડ પાડી હતી. ઉલ્લેખનીય છે કે, આ રેડમાં એસીબીએ કુલ 100 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં મોટા પ્રમાણમાં કેસ પણ બરામત કરવામાં આવી છે. જેને ગણતા ગણતા અધિકારીઓ પણ થાકી ગયા હતા.
એસીબીની 14 ટીમો તપાસમાં લાગી છે
ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા એસીબીની કુલ 14 જેટલી ટીમોએ બુધવારે આખો દિવસ તપાસ ચાલું રાખી હતી અને હજુ આજે પણ તમાસ ચાલી રહી છે. મળતી વિગતો પ્રમાણે સરકારી બાબુ બાલકૃષ્ણના ઘરે, તેમની ઓફિસે અને સગાસંબંધીઓના ઘરે પાડેલી આ રેડમાં 100 કરોડથી પણ વધારે સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ રેડમાં બરામત થયેલી સંપત્તિની વાત કરવામાં આવે તો 40 લાખ રૂપિયાની રોકડ, 2 કિલો સોના, દસ્તાવેજો, 66 જેટલી મોંઘી હાથ ઘડિયાળ, 14 મોબાઈલ અને 10 લેપટોપ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મેરી કોમે બોક્સિંગમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું, 6 વખત રહીં છે વિશ્વ વિજેતા
ટીમને મોટી સંપત્તિની જાણકારી પણ મળી
સરકારી બાબુ અને આરોપી અધિકારી એવા બાલકૃષ્ણના બેંક લોકર હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. વિગતો એવી સામે આવી રહી છે કે, ટીમને તેમની પાસે મોટી સંપત્તિની જાણકારી પણ મળી છે. એસીબીએ ઓછામાં ઓછી ચાર બેંકોમાં લોકરની ઓળખ કરી છે. એસીબીના અધિકારીઓને અધિકારીના નિવાસસ્થાને રોકડ ગણતરીના મશીનો મળ્યા હોવાના અહેવાલ છે. HMDAમાં સેવા આપ્યા બાદ તેણે સંપત્તિ મેળવી હોવાના અહેવાલ છે. ચાલુ સર્ચમાં વધુ પ્રોપર્ટી બહાર આવવાની શક્યતા છે.


