Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજે ગૃહમંત્રી અમિત શાહ પટના જશે, સીએમ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી આ મુદ્દાઓ પર કરશે ચર્ચા!

આજે બિહારના પાટનગર પટનામાં પૂર્વી પ્રાદેશિક પરિષદની 26મી બેઠક યોજાશે. આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાવવાની છે, જેમાં બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડના મુખ્યમંત્રી ભાગ નહીં લે એવી માહિતી સામે આવી છે. જ્યારે આ બેઠકમાં યજમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર...
આજે ગૃહમંત્રી અમિત શાહ પટના જશે  સીએમ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી આ મુદ્દાઓ પર કરશે ચર્ચા
Advertisement

આજે બિહારના પાટનગર પટનામાં પૂર્વી પ્રાદેશિક પરિષદની 26મી બેઠક યોજાશે. આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાવવાની છે, જેમાં બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડના મુખ્યમંત્રી ભાગ નહીં લે એવી માહિતી સામે આવી છે. જ્યારે આ બેઠકમાં યજમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપાધ્યક્ષ તરીકે હાજરી આપશે. જણાવી દઈએ કે, પૂર્વીય રાજ્યોના સામાન્ય વિકાસ માટે આ મહત્ત્વપૂર્ણ બેઠક મુખ્યમંત્રી સચિવાલય સ્થિત ડાયલોગ રૂમમાં યોજાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની જગ્યાએ રાજ્ય નાણા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ચંદ્રિમા ભટ્ટાચાર્ય, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની જગ્યાએ નાણામંત્રી રામેશ્વર ઉરાંવ સામેલ થશે. ઉપરાંત, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકની જગ્યાએ પ્રતિનિધિમંત્રી આ બેઠકમાં ઉપસ્થિત રહી શકે છે. કેન્દ્ર સરકાર સિવાય બંગાળ, બિહાર, ઓરિસ્સા અને ઝારખંડના મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓના દળ આ બેઠકમાં હાજર રહેશે.

Advertisement

ગૃહમંત્રી અમિત શાહ આજે પટના જશે

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠકમાં ભાગ લેવા માટે બપોરે લગભગ 1 વાગ્યે પટના એરપોર્ટ પહોંચશે. આ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પૂર્વી ક્ષેત્રીય પરિષદમાં બંગાળ, બિહાર, ઓરિસ્સા અને ઝારખંડ સામેલ છે. ગૃહ મંત્રાલય હેઠળ આંતરરાજ્ય પરિષદ સચિવાલય દ્વારા બિહાર સરકારના સહયોગથી આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં પૂર્વી રાજ્યો સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય સરહદ સુરક્ષા મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. પેંશન વિવાદ, સરકારી યોજનાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં બેંકિંગ વ્યવસ્થા, ફાસ્ટ ટ્રેક કોર્ટ સહિત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ગત વર્ષે આ બેઠક કોલકાતામાં યોજાઈ હતી.

Tags :
Advertisement

.

×