સગીર છોકરીઓ, વેશ્યાવૃત્તિ અને પોલીસ અધિકારી! સેક્સરેકેટનો થયો પર્દાફાશ
Arunachal Pradesh Sex Racket : અરુણાચલ પ્રદેશમાંથી ( Arunachal Pradesh ) ખૂબ જ ગંભીર અને શર્મશાર કરનારી ઘટના સામે આવી છે. અરુણાચલ પ્રદેશ પોલીસ દ્વારા ઇટાનગરમાં આંતરરાજ્ય સેક્સ રેકેટ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તેમાંથી 10-15 વર્ષની પાંચ સગીર છોકરીઓને આ ચંગુલમાંથી મુક્ત કરાવી છે. મળતી માહિતી અનુસાર, સગીર છોકરીઓના વેશ્યાવૃત્તિના આ કેસમાં સંડોવાયેલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 11 ગ્રાહકોની પણ ધરપકડ કરવામાં આવી છે.ધરપકડ કરાયેલા ગુનાખોરમાં અધિકારીઓમાં નાયબ પોલીસ અધિક્ષક અને આરોગ્ય સેવાઓના નાયબ નિયામકનો સમાવેશ થાય છે.
બ્યુટી પાર્લરની બે મહિલાઓ ચલાવતી હતી આ રેકેટ
ઇટાનગરના પોલીસને ચિમ્પુમાં ચાલી રહેલા આ દેહવ્યાપરના ધંધા વિશે જાણકારી મળી હતી. પોલીસને વધુમાં તે પણ માહિતી મળી હતી કે, આ રેકેટમાં સગીર વયની છોકરીઓને પણ ધકેલવામાં આવી છે. બ્યુટી પાર્લર ચલાવતી બે બહેનો પડોશી રાજ્ય આસામના ધેમાજીમાંથી સગીર છોકરીઓની તસ્કરી કરી તેમને આ દેહવ્યાપારના ધંધામાં ધકેલતી હતી. જે બાદ ઇટાનગર પોલીસે 4 મેના રોજ આ બંને મહિલાઓના ઘરે દરોડા પાડીને બે સગીર છોકરીઓને છોડાવી હતી. સગીર છોકરીઓએ ખુલાસો કર્યો હતો કે બે બહેનો તેમને ધેમાજીથી ઈટાનગર લઈ આવી હતી.
ધરપકડ કરાયેલ ગુનાખોરોમાં સરકારી અધિકારી પણ સામેલ
પોલીસ ટીમને એ પણ ખબર પડી કે, આરોપીએ અન્ય એક સગીર છોકરીની તસ્કરી કરી હતી, ત્યારબાદ એક હોટલ પર દરોડો પાડવામાં આવ્યો હતો અને છોકરીને બચાવી લેવામાં આવી હતી. આ રેકેટ મામલે અત્યાર સુધી પોલીસ દ્વારા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 11 ગ્રાહકોની પણ અટકાયત કરવામાં આવી છે, જેમાં એક નાયબ પોલીસ અધિક્ષક અને આરોગ્ય સેવાઓના નાયબ નિયામકનો સમાવેશ થાય છે.
તબીબી અહેવાલો અનુસાર સગીર છોકરીઓને ગંભીર બીમારી
આ મામલે વધુ ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બચાવી લેવામાં આવેલી એક યુવતી માત્ર આઠ વર્ષની હતી જ્યારે તેને 2020માં ઇટાનગર લાવવામાં આવી હતી. જે ભાગવામાં સફળ રહી, પરંતુ 2022માં તેને પરત લાવવામાં આવી હતી. વધુમાં પ્રારંભિક તબીબી અહેવાલો અનુસાર એ પણ જાણવા મળ્યું છે કે, આ ત્રણ સગીર છોકરીઓમાં એચ.આઈ.વી.-એઈડ્સ જેવી ગંભીર બીમારીના સંકેતો જોવા મળ્યા છે.
આ પણ વાંચો : Swati Maliwal ના મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હજું પણ મૌન