Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP : બરેલીમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો જીવતા સળગ્યા, રૂમ બહારથી હતો બંધ...

ઉત્તર પ્રદેશ (UP)ના બરેલીમાં એક જ પરિવારના પાંચ લોકોને જીવતા સળગી ગયા છે. જેમાં પતિ, પત્ની અને ત્રણ બાળકોના કરૂણ મોત થયા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે...
up   બરેલીમાં પતિ પત્ની અને ત્રણ બાળકો જીવતા સળગ્યા  રૂમ બહારથી હતો બંધ
Advertisement

ઉત્તર પ્રદેશ (UP)ના બરેલીમાં એક જ પરિવારના પાંચ લોકોને જીવતા સળગી ગયા છે. જેમાં પતિ, પત્ની અને ત્રણ બાળકોના કરૂણ મોત થયા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને 24 કલાકમાં રિપોર્ટ સોંપવા પણ સૂચના આપી છે. આ ઘટના ફરીદપુર પોલીસ સ્ટેશનના મોહલ્લા ફરરાખપુરમાં બની હતી. અહીં અજય ગુપ્તા (35 વર્ષ), વ્યવસાયે હલવાઈ, તેની પત્ની અનિતા (32 વર્ષ), પુત્ર દિવ્યાંશ (9 વર્ષ), પુત્રી દિવ્યાંગ્યા (6 વર્ષ) અને પુત્ર દક્ષ (3 વર્ષ) સાથે ત્રણ વર્ષથી એક સંબંધીના ઘરમાં ભાડે રહેતો હતો. શનિવારે રાત્રે બધા એક જ રૂમમાં સૂતા હતા. વહેલી સવારે જ્યારે પડોશીઓએ ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો તો તેમણે પોલીસને જાણ કરી. આ અંગે ફાયર એન્જિન અને તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસની સાથે ફોરેન્સિક ટીમ પણ તપાસ માટે પહોંચી હતી.

કપડાં બળીને શરીર પર ચોંટી ગયા હતા

દરવાજો તોડી અંદર પ્રવેશેલી ટીમ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી. ટીમે જોયું કે અજય, તેની પત્ની અને બાળકોના સળગેલા મૃતદેહો ત્યાં પડેલા છે. કપડાં બળીને શરીર પર ચોંટી ગયા હતા. ખાટલો અને પલંગ પણ બળી ગયેલા મળી આવ્યા હતા. રૂમમાં લગાવેલ હીટરનો બળી ગયેલો વાયર મળી આવ્યો હતો.

Advertisement

માતાના મૃતદેહ પાસે પુત્રની લાશ પડી હતી

અજયના મૃતદેહ પાસે નાના પુત્ર અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે મોટા પુત્ર દિવ્યાંશનો મૃતદેહ માતા અનિતા પાસે મળી આવ્યો હતો. પીડિતાના પરિવારના લોકોનું કહેવું છે કે અજય મીઠાઈ બનાવવાની સાથે રસોઈયાનું કામ પણ કરતો હતો. તે પોતાના પરિવાર સાથે જે ઘરમાં રહેતો હતો તેમાં બે રૂમ છે.

Advertisement

રૂમમાં રાખેલો ગેસ સિલિન્ડર મળ્યો

પરિવાર જ્યાં સૂતો હતો તે રૂમમાં બે હીટર ઈલેક્ટ્રીકલ બોર્ડ સાથે જોડાયેલા મળી આવ્યા હતા. દુર્ઘટનાની માહિતી મળતાં જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમાર, આઈજી ડૉ. રાકેશ સિંહ, એસએસપી ઘુલે સુશીલ ચંદ્રભાન ઘટનાસ્થળે પહોંચ્યા અને માહિતી લીધી. નજીકના લોકો સાથે પણ વાત કરી. રૂમમાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Bihar : PPF થી લઈને શેર માર્કેટ સુધી, બિહારના બંને ડેપ્યુટી CM પાસે છે પુષ્કળ સંપત્તિ…

Tags :
Advertisement

.

×