Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP : આજીવન કેદ, 1 કરોડ રૂપિયા સુધીનો દંડ, પેપર લીક સામે યોગી સરકારનું મોટું પગલું

ઉત્તર પ્રદેશ (UP)ની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં પેપર લીક સામે મોટું પગલું ભર્યું છે. મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં યોગી સરકારે ઉત્તર પ્રદેશ (UP) પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવવાની મંજૂરી આપી દીધી છે. માહિતી અનુસાર, આ અંતર્ગત જો પેપર લીકમાં દોષી...
up   આજીવન કેદ  1 કરોડ રૂપિયા સુધીનો દંડ  પેપર લીક સામે યોગી સરકારનું મોટું પગલું
Advertisement

ઉત્તર પ્રદેશ (UP)ની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં પેપર લીક સામે મોટું પગલું ભર્યું છે. મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં યોગી સરકારે ઉત્તર પ્રદેશ (UP) પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 લાવવાની મંજૂરી આપી દીધી છે. માહિતી અનુસાર, આ અંતર્ગત જો પેપર લીકમાં દોષી સાબિત થશે તો 2 વર્ષની આજીવન કેદ સુધીની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

યોગી સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનું નામ ઉત્તર પ્રદેશ (UP) પબ્લિક એક્ઝામિનેશન ઓર્ડિનન્સ 2024 રાખવામાં આવ્યું છે. આ વટહુકમ જાહેર પરીક્ષાઓમાં ગેરવાજબી માધ્યમોને રોકવા, પેપર લીક થવા, સોલ્વર ગેંગ પર પ્રતિબંધ મૂકવા અને તેની સાથે જોડાયેલી અને આકસ્મિક બાબતોની જોગવાઈના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવી રહ્યો છે.

Advertisement

Advertisement

ક્યાં-ક્યાં થશે લાગુ?

માહિતી અનુસાર, આ વટહુકમ નિયમો જાહેર સેવા ભરતી પરીક્ષાઓ, નિયમિતીકરણ અથવા પ્રમોશન પરીક્ષાઓ, ડિગ્રી ડિપ્લોમા માટેની પ્રવેશ પરીક્ષાઓ, પ્રમાણપત્રો અથવા શૈક્ષણિક પ્રમાણપત્રો પર પણ લાગુ થશે. બનાવટી પ્રશ્નપત્રોનું વિતરણ, નકલી રોજગાર વેબ્સાઈટ બનાવવી વગેરેને પણ વટહુકમમાં સજાપાત્ર અપરાધ બનાવવામાં આવ્યા છે. જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ ઓછામાં ઓછી બે વર્ષની સજાથી લઈને આજીવન કેદ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

જમીન અંગે પણ કડક જોગવાઈઓ...

વટહુકમમાં કહેવામાં આવ્યું છે કે જો પરીક્ષાને અસર થાય છે તો સોલ્વર ગેંગ પાસેથી નાણાકીય બોજ વસૂલ કરવાની અને પરીક્ષામાં ગેરરીતિ આચરનાર કંપનીp અને સર્વિસ પ્રોવાઇડર્સને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. ગુનાના કિસ્સામાં મિલકત જપ્ત કરવાની જોગવાઈ પર કરવામાં આવી છે. જામીન અંગે પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો : AIMIM: અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં જય ફિલિસ્તાનનો નારો લગાવ્યો

આ પણ વાંચો : CM કેજરીવાલ જેલમાં જ રહેશે, દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને રદ કર્યો

આ પણ વાંચો : વિપક્ષને મળશે નવો સાથી! BJD એ ભાજપનો શરૂ કર્યો વિરોધ

Tags :
Advertisement

.

×