Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP : મુસ્લિમ યુવકે CM યોગીને જાનથી મારી નાખવાની આપી ધમકી અને પછી...

UP ના બલિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે UP ના CM યોગી આદિત્યનાથ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં...
up   મુસ્લિમ યુવકે cm યોગીને જાનથી મારી નાખવાની આપી ધમકી અને પછી
Advertisement

UP ના બલિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે UP ના CM યોગી આદિત્યનાથ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં યુવક એવી વાંધાજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે કે તે બતાવી શકાય તેમ નથી.

શું છે સમગ્ર મામલો?

ખરેખર, બલિયામાં એક મુસ્લિમ યુવકે CM યોગીને મારી નાખવાની ધમકી આપી હતી. એક વીડિયોમાં આ વ્યક્તિ કહેતો જોવા મળી રહ્યો છે કે તેને કોઈ ડર નથી. આ દરમિયાન તેણે CM યોગી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઇ કાર્યવાહી શરુ કરી છે. મુસ્લિમ યુવાનો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી ભાજપના નેતાઓ નારાજ છે. આ મામલે BJP નેતા સુનિલ મિશ્રાનું નિવેદન સામે આવ્યું છે. સુનિલે જણાવ્યું કે, આ પ્રકારનું નિવેદન નિંદનીય છે. PM મોદી અને CM યોગી જવાબદાર પદ પર છે. અમે પોલીસને માંગ કરી છે કે યુવકો સામે જલ્દી કાર્યવાહી કરવામાં આવે.

Advertisement

Advertisement

પોલીસનું નિવેદન બહાર આવ્યું છે...

એરિયા ઓફિસર સિટી ગૌરવ શર્માએ જણાવ્યું કે, આ વીડિયોની નોંધ લીધા બાદ તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, આ વીડિયો લગભગ 3-4 મહિના જુનો છે. પોલીસ સ્ટેશન કોતવાલી સદર બલિયા દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સ્પીકર પદ પર NDA માં મતભેદ!, BJP દાવો કરે છે પરંતુ TDP એ આ શરત મૂકી…

આ પણ વાંચો : Accident : ઉદયપુરમાં ટ્રેલરે રાહદારીઓને કચડ્યા, 5 લોકોના મોત…

આ પણ વાંચો : Ashwini Vaishnaw : રેલ્વે મંત્રીની મોટી જાહેરાત, દાર્જિલિંગ દુર્ઘટનાના પીડિતોને મળશે આટલું વળતર?

Tags :
Advertisement

.

×