Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UP News : શાહજહાંપુરમાં અસામાજિક તત્વોનો આતંક, દીકરીને ખભા પર લઇ જઈ રહેલા પિતાને મારી ગોળી, Video Viral

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે મોડી સાંજે બનેલી આ હત્યાની ઘટનાથી પોલીસ-પ્રશાસનના હાથ-પગ ફૂલી ગયા છે. યુવકને ગોળી માર્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં બાઇક પર આવેલા બદમાશો યુવકને ગોળી મારીને ભાગી જતા...
up news   શાહજહાંપુરમાં અસામાજિક તત્વોનો આતંક  દીકરીને ખભા પર લઇ જઈ રહેલા પિતાને મારી ગોળી  video viral
Advertisement

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે મોડી સાંજે બનેલી આ હત્યાની ઘટનાથી પોલીસ-પ્રશાસનના હાથ-પગ ફૂલી ગયા છે. યુવકને ગોળી માર્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં બાઇક પર આવેલા બદમાશો યુવકને ગોળી મારીને ભાગી જતા જોઇ શકાય છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ બદમાશોને શોધી રહી છે.

હાલ ઘાયલ યુવકની હાલત નાજુક છે. ઘટના ચોક કોતવાલી વિસ્તારના બાબુજી વિસ્તારની છે જ્યાં 13 ઓગસ્ટ 2023ના રોજ મોડી સાંજે પંજાબથી પોતાના ઘરે આવેલો મોહમ્મદ શોએબ તેની પુત્રીને ખભા પર બેસીને બજારમાં લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી એક બદમાશ આવ્યો અને તેને નજીકથી ગોળી મારી દીધી.

Advertisement

Advertisement

આ પછી, બદમાશ તેના બે સાથીઓ સાથે બાઇક પર ભાગી ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો યુવકનો અગાઉ શહેરના એક પરિવાર સાથે તેના લગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદ તેણે દિલ્હીમાં એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે એસપી અશોક કુમાર મીણાએ કહ્યું કે યુવકને ગોળી માર્યા બાદ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેમની હાલત નાજુક જોતા તેમને બરેલી રિફર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસની ઘણી ટીમો બદમાશોની શોધમાં લાગેલી છે.

આ પણ વાંચો : Independence Day 2023 : સ્વતંત્રતા દિવસે બ્રિટિશ તોપોથી નહી સ્વદેશી તોપોથી અપાઈ સલામી

Tags :
Advertisement

.

×