‘વિકસિત ભારત વિકસિત રાજસ્થાન’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી, PM Modi ના કોંગ્રેસ પર વાક્ પ્રહાર
‘Developed India Developed Rajasthan’ PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજસ્થાનના ‘વિકસિત ભારત વિકસિત રાજસ્થાન’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે વર્ચ્ચુઅલી રીતે કાર્યક્રમને સંબાધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર આકરા સવાલો કર્યા હતા. આ સાથે પીએમ મોદી (PM Modi) એ યૂપીએ સરકારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતમાં 2014 પહેલા માત્ર ઘોટાળા જ થતા અને તેની જ ચર્ચા કરવામાં આવતી હતી.
વધુમાં તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, આગળની વિચારસરણી કોંગ્રેસ પાસે નથી. કોંગ્રેસ ક્યારે સકારાત્મક નીતિ બનાવી શકવાની નથી. કોંગ્રેસની સરકાર વખતે દેશમાં વીજળીની અછત રહેતી. અમે કોંગ્રેસના સમય કરતા 6 ઘણા વધારે પૈસા રાજસ્થાનને આપ્યા છે. અમે અત્યારે વિકસિત ભારત વિકસિત રાજસ્થાનની વાત કરી રહ્યા છીએ.
‘વિકસિત ભારત વિકસિત રાજસ્થાન‘ કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું હમણાં જ વિદેશ યાત્રા કરીને પાછો આવ્યો છું.મેં ત્યાં મોટા મોટા નેતાઓ સાથે મુલાકાત કરી. હવે તો વિદેશી નેતાઓને પણ વિશ્વાસ છે કે ભારત માત્ર મોટા સપના જ નથી જોઈ શકતું પણ તેને પૂરું પણ કરી શકે છે.
#WATCH | PM Narendra Modi says, " ...Congress has only one agenda, to abuse Modi...they don't even take the name of Vikshit Bharat because Modi works for it, They don't support 'Made in India' and 'Vocal for Local' because Modi supports it...Whatever Modi does, they will do the… pic.twitter.com/9RGjakgWle
— ANI (@ANI) February 16, 2024
પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે રાજસ્થાનના વિકાસ માટે લગભગ 17 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.’ આ પ્રોજેક્ટની વાત કરીએ તો, તેમાં રેલ, રોડ, સૌર ઉર્જા, પાણી અને એલપીજી જેવા વિકાસના કાર્યો સામેલ છે. આ પ્રોજેક્ટ્સ રાજસ્થાનના હજારો યુવાનોને રોજગાર આપશે. હું રાજસ્થાનના મારા તમામ સાથીઓને આ પ્રોજેક્ટ્સ માટે અભિનંદન આપું છું.’
વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘હવે હું વિકસિક ભારતની વાત કરી રહ્યો છું, તો આ માત્ર શબ્દો નથી, તે માત્ર લાગણીઓ નથી. આ દરેક પરિવારના જીવનને સમૃદ્ધ બનાવવાનું અભિયાન છે, આ ગરીબીને તેના મૂળમાંથી નાબૂદ કરવાનું અભિયાન છે, આ યુવાનો માટે સારી રોજગારી ઊભી કરવાનું અભિયાન છે, આ દેશમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવાનું અભિયાન છે.’
પ્રધાનમંત્રીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘કોંગ્રેસની એક ખુબ જ મોટી સમસ્યા એ છે કે, આગળની વિચારસરણી સાથે હકારાત્મક નીતિઓ બનાવી શકતા નથી. કોંગ્રેસ ન તો ભવિષ્યનો વિચાર કરી શકે છે અને ન તો તેની પાસે કોઈ ભવિષ્ય માટે કોઈ રોડ મેપ છે. કોંગ્રેસ તેની આ વિચારસરણીને કારણે ભારત પોતાની વીજળી વ્યવસ્થા માટે બદનામ રહ્યું છે.’ વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસની સરકાર વખતે વીજળીની અછતના કારણે દેશમાં કેટલાય કલાકો સુધી અંધારામાં રહેતો હતો.કરોડો ઘરોમાં તો વીજળીના કનેક્શન જ નહોતા. વીજળીના અભાવની વચ્ચે કોઈ દેશ વિકસિત ના બની શકે.’