Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પશ્ચિમ બંગાળના CM Mamata Banerjee થયા ગંભીર રીતે થયા ઘાયલ, TMC એ શેર કરી તસવીર

CM Mamata Banerjee: પશ્ચિમ બંગાળથી અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી વિગતો પ્રમાણે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ઘાયલ છે. ટીએમસીએ તેના સોશિયલ મીડિયાના X હેન્ડલ પર આ માહિતી શેર કરી જાણકારી આપી છે. TMCએ લખ્યું છે...
પશ્ચિમ બંગાળના cm mamata banerjee થયા ગંભીર રીતે થયા ઘાયલ  tmc એ શેર કરી તસવીર
Advertisement

CM Mamata Banerjee: પશ્ચિમ બંગાળથી અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી વિગતો પ્રમાણે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ઘાયલ છે. ટીએમસીએ તેના સોશિયલ મીડિયાના X હેન્ડલ પર આ માહિતી શેર કરી જાણકારી આપી છે. TMCએ લખ્યું છે કે, ‘અમારા અધ્યક્ષ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના માટે પ્રાર્થના કરો.’ સીએમ મમતાની એક તસવીર પણ સામે આવી છે, જેમાં તેમના કપાળમાંથી લોહી નીકળતું જોવા મળી રહ્યું છે. તેને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

Advertisement

અભિષેક બેનર્જી તેને હોસ્પિટલ લઈ ગયા

સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો અગાઉ એવું બહાર આવ્યું હતું કે સીએમ મમતા તેમના ઘરે ટ્રેડ મિલ પર ચાલતી વખતે પડી ગયા હતા. જો કે હજુ સુધી બાબતે કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી. આ પછી અભિષેક બેનર્જી તેને હોસ્પિટલ લઈ ગયા. તમને જણાવી દઈએ કે સીએમ મમતા બેનર્જી પહેલા પણ અકસ્માતનો શિકાર બની ચુક્યા છે.

Advertisement

મમતા બેનર્જીને માથામાં ઈજા થઈ

અત્યારે સુત્રો દ્વારા એવી માહિતી મળી રહીં છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક કાર્યક્રમથી પાછા આવી રહ્યા હતાં. તે દરમિયાન તેમને અકસ્માત થયો હતો જેમાં તેને માથામાં ઈજા થઈ હતી. એવી વિગતો સામે આવી રહીં છે કે, ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ તેમને સારવાર માટે SSKM હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હોસ્પિટલમાં દાખલ મમતા બેનર્જી વારંવાર ઘરે પરત ફરવાની જીદ કરી રહી છે. તેમનો કાફલો હોસ્પિટલમાં તૈયાર છે. એવી શક્યતા છે કે મમતા બેનર્જી ઘરે ઘાયલ થયા છે, જો કે હજુ સુધી કોઈ નક્કર સત્તાવાર માહિતી નથી.

આ પણ વાંચો: Election 2024: બંગાળમાં કોંગ્રેસને ડાબેરીઓ તરફથી પણ આંચકો, 16 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
આ પણ વાંચો: Election Commission : કેરળના જ્ઞાનેશ કુમાર અને પંજાબના સુખબીર સિંહ સંધુ નવા ચૂંટણી કમિશનર બન્યા…
આ પણ વાંચો: Maharashtra : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હોસ્પિટલમાં દાખલ, જાણો તેમની હાલત કેવી છે…
Tags :
Advertisement

.

×