Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અતીક અહેમદની હત્યા બાદ કેમ ભડક્યા મહેબૂબા મુફ્તી? જાણો શું કહ્યું

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેડિકલ કોલેજની બહાર શનિવારે રાત્રે કેમેરાની સામે માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. આ હત્યા જાહેરમાં પોલીસ ટીમની સાક્ષીમાં થઇ હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે....
અતીક અહેમદની હત્યા બાદ કેમ ભડક્યા મહેબૂબા મુફ્તી  જાણો શું કહ્યું
Advertisement

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેડિકલ કોલેજની બહાર શનિવારે રાત્રે કેમેરાની સામે માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. આ હત્યા જાહેરમાં પોલીસ ટીમની સાક્ષીમાં થઇ હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે જ્યા ઉત્તર પ્રદેશ સરકાર પર સવાલો ઉભા થયા છે તો બીજી તરફ વિપક્ષીય પાર્ટીઓ રાજ્યની કાયદા વ્યવસ્થાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કરી રહી છે. જેમા હવે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પણ એન્ટ્રી થઇ ગઇ છે.

અતીકની હત્યા બાદ કેમ ગુસ્સે થયા મહેબૂબા મુફ્તી?

Advertisement

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ હવે પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી ગુસ્સામાં જોવા મળ્યા છે. તેમણે આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે અતીક અહેમદ સારો માણસ ન હતો. પરંતુ, પોલીસ કસ્ટડીમાં જે રીતે તેની હત્યા કરવામાં આવી તે જોતા લાગે છે કે યુપીમાં સંપૂર્ણ જંગલરાજ ચાલી રહ્યું છે.

Advertisement

ઈન્ટરવ્યૂ પરથી ધ્યાન હટાવવાનું ષડયંત્ર

PDP ના વડા મહેબૂબા મુફ્તીએ મોટો આરોપ લગાવ્યો છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં અતીક અહેમદ અને તેના ભાઈની હત્યાએ પુલવામા હુમલા અંગે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્ય પાલ મલિક દ્વારા કરવામાં આવેલા "ઈન્ટરવ્યૂ" પરથી ધ્યાન હટાવવાનું ષડયંત્ર હતું. મલિકે એક ન્યૂઝ પોર્ટલ સાથેની મુલાકાતમાં દાવો કર્યો હતો કે, ફેબ્રુઆરી 2019 માં પુલવામા હુમલો, જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના 40 જવાનો માર્યા ગયા હતા, તે સુરક્ષા પ્રોટોકોલમાં ખામીને કારણે થયો હતો.

ઉત્તર પ્રદેશમાં અરાજકતા અને જંગલરાજ : મહેબૂબા મુફ્તી

મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું, “ઉત્તર પ્રદેશમાં અરાજકતા અને જંગલરાજ આવી ગયું છે. જય શ્રી રામના નારાઓ વચ્ચે કટ્ટર દક્ષિણપંથીઓ દ્વારા ક્રૂર હત્યાઓ અને અરાજકતા ઉજવવામાં આવી રહી છે. PDP ના વડાએ કહ્યું, "તે સત્યપાલ મલિકના પુલવામા હુમલા અને ભ્રષ્ટાચાર અંગેના ઘટસ્ફોટ પરથી ધ્યાન હટાવવાનું ષડયંત્ર છે." ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતીક (60) અને તેમના ભાઈ અશરફ અહેમદને શનિવારે રાત્રે ત્રણ હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી જ્યારે પોલીસ તેમને મેડિકલ તપાસ માટે મેડિકલ કોલેજ લઈ જઈ રહી હતી.

આ પણ વાંચો - એકાએક ગોળીના અવાજો ગુંજી ઉઠ્યા અને અમે જાન બચાવવા ભાગ્યા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×