Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Assam Visit: ‘દુનિયાભરમાં પ્રસિદ્ધ છે આસામની ચા', ચાના બગીચાની મજા માણતા વડાપ્રધાન

PM Modi Assam Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના પ્રવાસ પર હતાં. અહીં તેમણે આસામના જોરહાટમાં 'અહોમ સેનાપતિ' લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાના બગીચામાં પણ ગયા હતાં. આ દરમિયાન...
pm modi assam visit  ‘દુનિયાભરમાં પ્રસિદ્ધ છે આસામની ચા   ચાના બગીચાની મજા માણતા વડાપ્રધાન
Advertisement

PM Modi Assam Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના પ્રવાસ પર હતાં. અહીં તેમણે આસામના જોરહાટમાં 'અહોમ સેનાપતિ' લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાના બગીચામાં પણ ગયા હતાં. આ દરમિયાન તેમણે આસામના વિશ્વ પ્રસિદ્ધ ચાના બગીચાઓની મુલાકાત લીધી અને ચા કામદારોની મહેનતની પ્રશંસા કરી હતી.

સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી વખતે વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે, આસામ તેના ભવ્ય ચાના બગીચાઓ માટે જાણીતું છે અને આસામની ચાએ સમગ્ર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

Advertisement

Advertisement

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે આસામના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે આસાનના વિશ્વ વિખ્યાત ચા ના બગીચાઓની પણ મુલાકાત કરી હતી. આ સાથે અહીં ચાના બગીચામાં કામ કરતા મજૂરોના પણ ખુબ જ વખાણ કર્યાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા લખ્યું કે, ‘આસામ તેના ભવ્ય ચાના બગીચાઓ માટે જાણીતું છે અને આસામની ચાએ સમગ્ર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. હું અદભૂત ચાના વાવેતર સમુદાયની પ્રશંસા કરવા માંગુ છું જે સમગ્ર વિશ્વમાં આસામની પ્રતિષ્ઠા વધારવા અને સખત મહેનત કરી રહી છે.’

વડાપ્રધાન જે પણ રાજ્યની મુલાકાત લેવા માટે જાય છે ત્યા તેઓ લોકોને પ્રવાસ માટે જવાની ભલામણ ચોક્કસ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ અહીં ભારતીયોને કહ્યું કે, જો તમે આસામ આવો છો તો તમારે અહીંના ચાના બગીચાઓની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદી આસામ સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ કાઝીરંગા નેશનલ પાર્કની પણ મુલાકાત લીધી હતી. પીએમએ તેમની કાઝીરંગા મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથીની સવારી પણ કરી હતીં.

 આ પણ વાંચો: PM મોદીએ જેમની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું તે Lachit Borphukan કોણ હતા?
આ પણ વાંચો: Hardeep singh nijjar Video: ખાલિસ્તાની આતંકવાદી નિજ્જર પર થયેલા ગોળીબારનો વીડિયો આવ્યો સામે
આ પણ વાંચો: Arunachal Pradesh : PM Modi એ વિશ્વની સૌથી લાંબી સેલા ટનલ દેશને સમર્પિત કરી
Tags :
Advertisement

.

×